ગુજરાત નોનકન્ટેઇનમેન્ટ ઝોનમાં ખુલી જશે, અન્ય નિયમો માટે જુઓ અમારો વિશેષ અહેવાલ - ગુજરાત સરકાર
મુખ્યપ્રધાન વિજય રુપાણીએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે સોશિયલ મીડિયામાં ઉપસ્થિતિ થઈને ગુજરાતના પ્રજાજનો જોગ સંબોધન કર્યું હતું. લૉક ડાઉન 4.0ના નિયમો જાહેર કરતાં તેમણે નાગરિકોને અનુરોધ કર્યો હતો કે, અત્યાર સુધીમાં જેવો સહકાર આપ્યો છે તેવો હજુ પણ નાગરિકોનો સહકાર મળે.
ગુજરાત નોનકન્ટેઇનમેન્ટ ઝોનમાં ખુલી જશે, અન્ય નિયમો માટે જૂઓ વિશ્લેષણ સાથેનો વિડીયો
By
Published : May 18, 2020, 9:45 PM IST
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રજાજોગ ખાસ ગાઈડલાઈન રજૂ કરી છે. તેના મહત્વની હાઈલાઈટ્સ નીચે મુજબ છે. ગુજરાતના સૌ કોરોના વોરિયર્સએ લોકોના સહકારથી ત્રણેય લોકડાઉનમાં સાથ આપ્યો છે. ડોકટર, નર્સ, પોલીસ, કોર્પોરેશન, કલેક્ટર તંત્રોએ પોતાનું કર્તવ્ય બજવ્યું છે. આ માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સૌએ સાથે મળી સંવેદનશીલતાની ઝાંખી કરાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમયસર પગલાંઓ લીધાં છે. કોરોના સામેની લડાઈ હજુ લાંબી છે, કોરોનાને હરાવવો છે, પણ હવે લોકડાઉન લંબાય તો બધાને મુશ્કેલીઓ પડે. ગરીબો શ્રમિકોની ચિંતા કરી સાથે કોરોનાં સંક્રમણ ન ફેલાય તે પણ જોવું પડશે.
ગુજરાત નોનકન્ટેઇનમેન્ટ ઝોનમાં ખુલી જશે, અન્ય નિયમો માટે જૂઓ વિશ્લેષણ સાથેનો વિડીયો
તેમના સંબોધન દરમિયાનના મહત્વના મુદ્દા આ પ્રમાણે છે.
અલગ અલગ ગ્રીન, ઓરેન્જ, રેડ ઝોનમાં મિનિસ્ટ્રી ઓફ હેલ્થની ગાઈડ લાઈન મુજબ નિર્ણય
કન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોન એમ 2 ઝોન જાહેર થશે