અમદાવાદ: સોસાયટીમાં બ્લોક નાખવાના કામ માટે જૂના રસ્તાને તોડીને જમીન સમથળ કરવી પડે છે.જેને લઇને જેસીબી મશીન દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.પરંતુ તેમાં સૌથી મોટી સમસ્યા એ છે કે, જેસીબી મશીન દ્વારા ખોદકામની આ પ્રક્રિયામાં સોસાયટીના રહીશોના પાણીના અને ગટરના કનેક્શન તૂટી રહ્યાં છે અને વૃક્ષો પણ કપાઈ રહ્યાં છે.જેને લઇને કોર્પોરેશન કોઈપણ પ્રકારની જવાબદારી પોતાના શિરે લઇ રહ્યું નથી. કોન્ટ્રાક્ટર દ્વારા કહેવામાં આવે છે કે, જો પાઇપલાઇનનો તૂટશે તો મકાન માલિકોએ પોતાના ખર્ચે નવી નાખવાની રહેશે.જેને લઇને સોસાયટીના કેટલાક જાગૃત નાગરિકોએ તેનો વિરોધ કર્યો છે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા શિવમપાર્ક સોસાયટીના રહીશો કોર્પોરેશનથી પરેશાન - નારોલ
અમદાવાદના નારોલ વિસ્તારમાં શિવમપાર્ક સોસાયટી આવેલી છે. દર ચોમાસામાં આ સોસાયટી નાના તળાવમાં તબદીલ થઈ જાય છે અને પંપથી પાણી ઉલેચવું પડે છે. ત્યારે આ ચોમાસામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટીમાં બ્લોક નાખવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે જઈને ફરિયાદ કરી ત્યારે અધિકારીએ કહ્યું હતું કેતેમને કોઈ પણ વ્યક્તિને કોઈપણ જાતના પૈસા ચૂકવવા નહીં. પરંતુ સોસાયટીના કેટલાક વિઘ્નસંતોષીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા જો મજૂરો દ્વારા કામ કરાવવું હોય તો સોસાયટીના રહેવાસીઓ દ્વારા જ પૈસા ચૂકવવા પડશે ચીમકી આપી છે. ત્યારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે સોસાયટીના રહેવાસીઓએ પોતાના પૈસે મજૂરો બોલાવીને બ્લોક નખાવી રહ્યાં છે. જેથી ગટર અને પાણીની પાઇપો તૂટે નહીં. આમ કોરોનાવાયરસથી ત્રસ્ત પ્રજા મંદીનો માર તો ખાઈ જ રહી છે અને કોર્પોરેશને કરવાના કામ તેઓ પોતાના પૈસે કરાવી રહ્યાં છે.