- શ્રાવણ માસમાં પુણ્યનું કાર્ય
- 600 જેટલા શ્રમિકોને દરરોજ આપવામાં આવે છે સ્વાદિષ્ટ ભોજન
- એક જ સોસાયટીના રહેવાસીઓનો અનોખો યજ્ઞ
અમદાવાદ: કોઈ જ્યારે લોકો ભેગા મળીને સામાજિક કાર્ય કરતા હોય છે, ત્યારે તે નિહાળવુ સારું લાગે છે. પરંતુ ખરેખરમાં આવું કાર્ય કરવું ખૂબ જ અઘરું હોય છે. જો કે ગુજરાતમાં સેવા કરનારાઓની કમી નથી. તે કોરોના કાળમાં આપણે જોયુ છે.
અન્ન શાળાનો યજ્ઞોત્સવ
સમાજ વિકસતાની સાથે લોકો પણ સમજતા થયા છે. સામાન્ય રીતે શ્રાવણ માસમાં લોકો ભગવાન શંકરને દુધ અને બિલ્લીપત્ર અર્પણ કરતાં હોય છે. પરંતુ આનાથી આગળ વધીને અમદાવાદની સાઉથ બોપલમા આવેલી આરોહી રેસીડેન્સીના રહેવાસીઓએ તેમના વડીલ વર્ગ દ્વારા મુકાયેલ વિચારને આવકારીને અન્ન શાળાની શરૂઆત કરી હતી. જે શ્રાવણ માસના પહેલા દિવસથી અત્યાર સુધી ચાલી રહી છે. તેમના આ યજ્ઞમાં સોસાયટીના સર્વે લોકોએ ફાળો આપ્યો છે.
શ્રાવણ માસમાં 'શ્રમિક દેવ' ની સેવા કરતા બોપલની આરોહી રેસિડેન્સીના રહેવાસીઓ સ્ત્રીઓએ ઉપાડી જવાબદારી સોસાયટી દ્વારા દરરોજ સાંજે આસપાસ રહેતા 600 જેટલા શ્રમિકોને એક ટંકનું શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડવમાં આવે છે. જેમાં પુરી-શાક, દાળ-ભાત, ખીચડી-કઢી, પુલાવ અને મીઠાઈનો પણ સમાવેશ થાય છે. આ કાર્યમાં સીધી રીતે ભાગ નહીં લઈ શકતા આજુબાજુના લોકો પોતાનો ફાળો પણ આપી જાય છે. કાર્ય કરવામાં વડીલો અને સોસાયટીની સ્ત્રીઓએ પણ પોતાનું શ્રમદાન આપે છે. સોસાયટીની મહિલા સભ્યો જમણ પીરશે છે તો રસોડામાં કામ પણ કરે છે.
આવકનો 10 ટકા ભાગ સામાજિક સેવા પાછળ વાપરો
કોરોના કાળમાં સોસાયટીના રહીશો દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ અન્નશાળામાં જરૂરિયાત મંદ લોકો આવે છે અને હોંશે હોંશે જમેં છે. આ ઉપરાંત જે જરૂરિયાત મંદ લોકો અહીં આવી શકતા નથી, તેમને ટિફિન પણ ભરી આપવામાં આવે છે. સોસાયટીના રહેવાસીઓનું માનવું છે કે, આ કામ તેમણે ઈશ્વર ચીંધ્યું છે અને તે કરવામાં તેમને આનંદ આવે છે. દરેક વ્યક્તિએ પોતાની આવકનો 10 ટકા જેટલો ફાળો સામાજિક ક્ષેત્રમાં ખર્ચે તો જરૂરીયાત મંદ લોકોને ક્યારેય કોઇ અગવડ આવશે નહીં. તે જ સાચો ધર્મ અને ભક્તિ છે.