ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ આનંદવિહાર સોસાયટીના રહીશોએ રી-ડેવલોપમેન્ટનો વિરોધ કર્યો, બિલ્ડરે ખોટી સહી કરી હોવાનો આક્ષેપ - રીડેવલપમેન્ટ વિરોધ

અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આનંદવિહાર સોસાયટીના રહીશો દ્વારા રી-ડેવલોપમેન્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. સોસાયટીના રહીશો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, બિલ્ડર દ્વારા સોસાયટીના કેટલાક રહીશોની ખોટી સહી કરવામાં આવી છે. આજે જ્યારે બિલ્ડરના જેસીબી સોસાયટીને તોડવા માટે પહોંચ્યાં ત્યારે રહીશો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

રીડેવલપમેન્ટમાં બિલ્ડરે ખોટી સહી કરી આપી સોસાયટી? આનંદવિહાર સોસાયટીના રહીશોના વિરોધથી મામલો બીચક્યો
રીડેવલપમેન્ટમાં બિલ્ડરે ખોટી સહી કરી આપી સોસાયટી? આનંદવિહાર સોસાયટીના રહીશોના વિરોધથી મામલો બીચક્યો

By

Published : Oct 16, 2020, 5:50 PM IST

અમદાવાદઃ આનંદવિહાર સોસાયટીના રીડેવલોપમેન્ટ અંગેની મંજૂરીમાં બિલ્ડર અને સોસાયટીના કેટલાક સભ્યો દ્વારા ખોટી સહી કરવામાં આવી હોવાનો આક્ષેપ રહીશો કરી રહ્યાં છે અને જે અંગે તેઓએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. પરંતુ ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા સોસાયટીને મૌખિક રીતે સોસાયટી ખાલી કરવાનું કહેતાં આજે સવારે મામલો બીચક્યો હતો અને બિલ્ડરના વાહનોમાં રહીશોએ તોડફોડ કરી હતી.

રહીશોએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે

રી-ડેવલપમેન્ટ વિરોધને લઇને મામલો બીચકતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ધટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને પોલીસ અધિકારીની મધ્યસ્થતાથી મામલો થાળેે પાડવામાં આવ્યો હતો. પોલીસે રહીશોને આશ્વાસન આપ્યું હતું કે, હાલ સોસાયટી નહી તોડવામાં આવે. પોલીસની બાંહેધરીને લઇને રહીશો શાંત પડ્યાં હતાં અને ટોળાં વિખરાયાં હતાં.

બિલ્ડરના જેસીબી સોસાયટીને તોડવા માટે પહોંચ્યાં ત્યારે રહીશો દ્વારા ભારે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો

ABOUT THE AUTHOR

...view details