ગુજરાત

gujarat

ETV Bharat / city

Research on Sparrow : ચકલીમાં વાઇરસ ખેંચવાની ક્ષમતા હોય છે!

ચકલી પર રિસર્ચમાં (Research on Sparrow) જાણવા મળ્યું હતું કે ચકલીમાં વાઇરસ ખેંચવાની ક્ષમતા હોય છે. સાથે સાથે ખેતરમાં જે અનાજને જીવજંતુ નુકશાન કરે છે તેને અટકાવે છે.

Research on Sparrow : ચકલીમાં વાઇરસ ખેંચવાની ક્ષમતા હોય છે!
Research on Sparrow : ચકલીમાં વાઇરસ ખેંચવાની ક્ષમતા હોય છે!

By

Published : May 9, 2022, 4:12 PM IST

અમદાવાદ - અમદાવાદમાં પૂછશો તો જાણશો સૂત્રો દ્વારા ચકલી બચાવો અભિયાનની (Ahmedabad Save Sparrow Campaign) શરૂઆત કરવામાં આવી હતી.ચકલી પર અનેકવાર રિસર્ચ (Research on Sparrow) કરવામાં આવ્યું હતું. ચકલી સિવાય સમડી, કબૂતર, કાગડા,સાપ,વાંદરા જેવાનું પણ રેસ્ક્યુ કરવામાં આવે છે. અમદાવાદના પાલડીમાં રહેતા ભૂપેન્દ્રભાઈ શાહેેે (Save Sparrow Campaign by Bhupendra Shah in Ahmedabad) પોતાનું જીવન જાણે પશુપક્ષીને બચાવવા માટે સમર્પિત કરી દીધું હોય તેમ સમગ્ર દિવસ તેમની સેવામાં જોડાઈ રહે છે. જ્યાં પણ જગ્યા મળે ત્યાં ચકલીના ઘર બાંધે છે અને ચકલીના ઘર લગાવવાનું આહવાન પણ કરે છે.

અમદાવાદના ચકલીપ્રેમીએ કર્યું રીસર્ચ

ચકલીમાં વાઇરસ ખેંચવાની ક્ષમતા હોય છે- ભૂપેન્દ્રભાઈ શાહે Etv bharat સાથે (Save Sparrow Campaign by Bhupendra Shah in Ahmedabad) વાત કરતા જણાવ્યું હતું કે એમને ચકલી પર રિસર્ચ (Research on Sparrow) કરતા જાણવા મળ્યું હતું કે ચકલીમાં વાઇરસ ખેંચવાની ક્ષમતા હોય છે. અને સાથે સાથે ખેતરમાં જે અનાજને જીવજંતુ નુકશાન કરે છે તે અટકાવે છે.

આ પણ વાંચોઃ World Sparrow Day: ભાવનગરના રાજુભાઈનો અનોખો ચકલી પ્રેમ, વિખૂટા પડેલા ચકલીના બચ્ચાંની રાખે છે સંભાળ

દરરોજ 14 જેટલા પક્ષીઓનું રેસ્ક્યુ - વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસથી રોજના ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 14 જેટલા પક્ષીઓ ડીહાઇડ્રેશનનો શિકાર બન્યાં હોય તેના ફોન આવે છે. જેન રેસ્ક્યુ (Rescue of birds in Ahmedabad )કરીએ છીએ. જેમાં સમડી,કબૂતર, કાગડા જેવા પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવે છે.

ચકલી માટેનો અનોખો પ્રેમ

આ પણ વાંચોઃ World Sparrow Day: સુરેન્દ્રનગરના યુવાનનું અનોખુ ચકલી બચાવો અભિયાન

અકસ્માત થતા પ્રેરણા મળી - તેમણેે વધુમાં ઉમેર્યું હતું કે આજથી 4 વર્ષ પહેલાં ચેનલ વાયર મારા ગાળામાં વાગી જતા મને ઇજા પહોંચી હતી. ત્યારથી નક્કી કર્યું કે માણસને આવી હાલત થતી હશે તો આ અબોલ પક્ષીની (Ahmedabad Save Sparrow Campaign) કલ્પના કરી જ ન શકાય. જેથી આ અભિયાનની (Rescue of birds in Ahmedabad )શરૂઆત કરી હતી.

રેસ્ક્યુ બાદ તેને યોગ્ય જગ્યાએ સારવાર માટે મોકલવામાં આવે છે-જ્યારે પણ રેસ્ક્યુ (Rescue of birds in Ahmedabad ) માટે ફોન આવે છે, ત્યારે ત્યાં જઈને સારવાર શરૂ કરી દેવામાં આવે છે. જો વધારે ઇજા જણાય તો પક્ષીને પાંજરાપોળ ખાતે આવેલ જીવદયા ટ્રસ્ટ અને પશુઓને વનવિભાગને સોંપી દેવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details