- જમાલપુરના સરદાર બ્રિજનું સમારકાર કરાશે
- 15 નવેમ્બરથી 2 મહિના સુધી ચાલશે કામગીરી
- વારાફરથી બંને તરફના રોડ કરાશે બંધ
અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા (ahmedabad municipal corporation) જમાલપુરના સરદાર બ્રિજ (sardar bridge jamalpur)નું સમારકામ શરૂ કરશે. તેથી 15 નવેમ્બરથી 2 મહિના સુધી બ્રિજ પરિવહન માટે વારાફરથી બંને તરફના રસ્તા એક પછી એક બંધ કરાશે. બ્રિજના એક્સપાન્સન જોઇન્ટ અને ડેમેજ રોડનું સમારકાર (road repairing) કરવામાં આવશે. ઉત્તરાયણ સુધીમાં કામગીરી પુરી કરવામાં આવશે.
બ્રિજનું બાંધકામ 1966ની આસપાસનું
જમાલપુરના સરદાર બ્રિજનું નિર્માણ 1960માં થયું હતું, જ્યારે બીજી તરફનો બ્રિજ 2004ની આસપાસ બન્યો હતો. સામાન્ય રીતે દરેક બ્રિજના એક્સપાન્સન જોઈન્ટના સમારકામ 10 વર્ષે કરવાની જરૂર પડતી હોય છે. અગાઉ નહેરુ બ્રિજ અને ચામુંડા બ્રિજના એક્સપાન્સન જોઇન્ટનું સમારકામ કરવામાં આવ્યું હતું.
ઉત્તરાયણ સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે