ગુજરાત

gujarat

ETV Bharat / city

પશ્ચિમ રેલવેમાં રેગ્યુલર સેવા શરૂ, અમદાવાદથી ચાલે છે 85 ટ્રેન - રેલવે પ્રવક્તા જે.કે.જયંતે

પશ્ચિમ રેલવે(Western Railway)માં કોરોના કાળ(Corona period) બાદ રેગ્યુલર સેવાઓ શરૂ થઈ ચૂકી છે. આજથી શરૂ થયેલી આ સેવાઓમાં કોરોના(Corona) કાળમાં સ્પેશિયલ ટ્રેનોના ભાડામાં જે 20 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.પહેલાની કિમાતના ભાડામાં મુસાફરી ઉપલબ્ધ રહેશે.હજી ટ્રેનો(Trains) વધશે અને સેવાઓ રેગ્યુલર થઈ જશે. જેમ-જેમ કોવિડ દૂર થતા પ્લેટફોર્મ ટીકીટના(Platform tickets) ભાવ પણ ઘટાડવામાં આવશે.

પશ્ચિમ રેલવેમાં રેગ્યુલર સેવા શરૂ, અમદાવાદથી ચાલે છે 85 ટ્રેન
પશ્ચિમ રેલવેમાં રેગ્યુલર સેવા શરૂ, અમદાવાદથી ચાલે છે 85 ટ્રેન

By

Published : Nov 16, 2021, 8:40 AM IST

  • પશ્ચિમ રેલવેની રેગ્યુલર ટ્રેન શરૂ
  • અમદાવાદ સ્ટેશનથી ચાલે છે 85 ટ્રેન
  • પ્લેટફોર્મ ટિકિટના ભાવ યથાવત

અમદાવાદઃપશ્ચિમ રેલવેમાં (Western Railway)કોરોના કાળ બાદ રેગ્યુલર સેવાઓ (Ahmedabad Railway)શરૂ થઈ ચૂકી છે. આજથી શરૂ થયેલી આ સેવાઓમાં કોરોના કાળમાં સ્પેશિયલ ટ્રેનોના ભાડામાં જે 20 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તે પણ હવે નહીં રહે ફરીથી પહેલાની કિમાતના ભાડામાં મુસાફરી ઉપલબ્ધ રહેશે.

પશ્ચિમ રેલવેમાં રેગ્યુલર સેવા શરૂ, અમદાવાદથી ચાલે છે 85 ટ્રેન
પ્લેટફોર્મ ટિકિટના 50 રૂપિયારેગ્યુલર ટ્રેનો (Regular trains)શરૂ થઇ હોવા છતાં મુસાફરોએ કોરોના પ્રોટોકોલ પાળવો જરૂરી છે. આ માટે પ્લેટફોર્મ પર બિનજરૂરી ભીડ રોકવા માટે કોરોના કાળમાં રેલ્વે પ્લેટફોર્મ ટિકિટમાં વધારો કરીને 50 રૂપિયાની ટિકિટ કરવામાં આવી જે હજુ પણ યથાવત છે. રેલવેના અમદાવાદ મંડળના જન સંપર્ક અધિકારી જે.કે.જયંતે (Public Relations Officer JK Jayante)ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, હજી ટ્રેનો વધશે અને સેવાઓ રેગ્યુલર થઈ જશે. જેમ-જેમ કોવિડ દૂર થતા પ્લેટફોર્મ ટીકીટના ભાવ પણ ઘટાડવામાં આવશે.1 નંબરથી શરૂ થઈ છે, રેગ્યુલર સેવાઓઅમદાવાદ મંડળના રેલવે (Ahmedabad Railway)પ્રવક્તા જે.કે.જયંતે(JK Jayante) વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સમયમાં શરૂ કરવામાં આવેલી ટ્રેનો સ્પેશિયલ ટ્રેનો તરીકે ઓળખાતી હતી. આ ઉપરાંત ફેસ્ટિવલ ટ્રેનોને પણ સ્પેશિયલ ટ્રેન તરીકે ઓળખવામાં આવતી હતી. જેની આગળ 0 લગાવવામાં આવતો હતો. પરંતુ હવે આ ટ્રેનોના નંબરની આગળ એક નંબર લાગીને ટ્રેનો શરૂ થઈછે.હજુ પૂરતી સુવિધા ઉપલબ્ધ નહીં જો કે રૂટીન કાર્ય ચાલુ થયું હોવા છતાં હજુ પણ રેલવેની સેવાઓમાં કેટરિંગ અને ગાદલા કે ચાદરની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. મુસાફરોએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જ પડશે. વળી હજુ પણ ટ્રેન માટે રિઝર્વેશન અનિવાર્ય છે.

ABOUT THE AUTHOR

...view details