અમદાવાદ: સોલા સિવિલ (sola civil hospital) ખાતે સાપ્તાહિક વર્લ્ડ હિયરિંગ (world hearing day 2022)ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. આ આગામી 3 માર્ચે વર્લ્ડ હિયરિંગ દિવસ હોવાથી ત્યાં સુધી ઉજવામાં આવશે. તો આજે એક જ દિવસમાં કાનના 35 ઓપરેશન કરી રેકોર્ડ (Record Of Ear Surgery In Ahmedabad) બનાવ્યો છે. આ ઉપરાંત અનાથ આશ્રમ અને વૃદ્ધાઆશ્રમ જઈને પણ કાનની તપાસ (ear check up in ahmedabad) કરવામાં આવશે.
અનાથ આશ્રમ અને વૃદ્ધાઆશ્રમ જઈને પણ કાનની તપાસ કરવામાં આવશે. 35 ઓપરેશન કરીને રેકોર્ડ બનાવવામાં આવ્યો
ENT ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. નીલા ભાલુદીયાએ જણાવ્યું હતું કે, આગામી 3 માર્ચના રોજ વર્લ્ડ હિયરિંગ દિવસ હોવાથી અમદાવાદ સોલા સિવિલ ખાતેથી હિયરિંગ વીક (hearing week 2022 celebration) ઉજવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આજના દિવસે સવારના 8 વાગ્યાથી લઇ અત્યાર સુધીમાં 35 જેટલા ઓપરેશન કરી ગુજરાતમાં એક રેકોર્ડ (Record Of Ear Surgery In Gujarat) બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો:Omicron Cases in Gujarat: સોલા સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનથી શંકાસ્પદ મૃત્યું, રિપોર્ટ પોઝિટિવ આવશે તો દેશમાં પ્રથમ ઓમિક્રોનથી મૃત્યું હશે
8 સર્જન અને 35 જેટલા સ્ટાફ સાથે રાખી ઓપરેશન
આ હિયરિંગ દિવસ નિમિત્તે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ (old age home In Ahmedabad)માં જઈને પણ ત્યાં લોકોની તપાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કાનમાં અનેક પ્રકારના રોગ જોવા મળી આવે છે, જેવા કે કાનમાં પરું આવવુ, સડો થવો, હાડકા સડવા કે ઘસાવા જેનાથી બહેરાશ આવે છે. તે વિવિધ પ્રકારના રોગોનું નિદાન (ear disease treatment in ahmedabad) કરવામાં આવશે. આમ આજે 35 જેટલા ઓપરેશ કરવામાં આવ્યા તેમાં 8 જેટલા સર્જન અને 35 જેટલા સ્ટાફ સાથે રાખી ઓપરેશન થયા છે.
આ પણ વાંચો:સોલા સિવિલમાં ગુમ થયેલી બાળકીના કેસની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ કરશે
એક પરિવારના 4 સભ્યોને બહેરાશ
વઢવાણના એક પરિવારના 4 લોકોને ઓટો સ્કેલોસિસી છે. જે વારસાગત જોવા મળી આવે છે. જેનું યોગ્ય સમય નિદાન ન કરવામાં આવે તો કાનમાં સંપૂર્ણ બહેરાશ આવવાની સંભાવના રહેલી છે. આ પરિવારના સભ્યની 18 વર્ષની ઉંમર હતી, ત્યારે તેમને આ રોગ થયો હોવાની ખબર પડી હતી. પણ હાલ તેમની ઉંમર 32થી 35ની હોવાથી તેમને છેક અંદર સુધી બહેરાશ આવી ગઇ છે, જેમનું પણ ઓપરેશન કરવામાં આવશે. જો કોઈપણ વ્યક્તિને આવી સમસ્યા જોવા મળે તો તરત નજીકના ડોક્ટરને બતાવવું જરૂરી છે, જેના કારણે જલદીથી આનું નિરાકરણ આવી જાય.