અમદાવાદઃ ભારતમાં તહેવારોની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે. પરંતુ કોરોનાવાયરસના સંક્રમણને લઈને તકેદારી રાખવી પણ ખૂબ જરૂરી છે. સ્થાનિક વહીવટીતંત્ર પણ જો કોરોનાવાયરસને લઈને અપાયેલા નિર્દેશોનું પાલન ન થાય તો આકરો દંડ કરે છે કે પછી સંપૂર્ણ એકમને સીલ કરી દે છે. ત્યારે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને કદાચ આ નિયમો લાગુ પડતા નથી.
એલિસબ્રિજ ઝોનલ કચેરીએ રાશનકાર્ડ ધારકોની લાઇન લાગી, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ - સોશિયલ ડિસ્ટન્સિંગ
કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગરીબો માટે દીવાળી સુધી અનાજ વિતરણ કરવાની જાહેરાત કરી છે. પરંતુ કેટલાય રાશન કાર્ડધારકોને રાશન કાર્ડમાં સુધારો કરાવવાનો છે. તો નવા બારકોડેડ રાશન કાર્ડ કઢાવવાના છે. કેમ કે તેના વગર જરૂરિયાતમંદોને અનાજ મળતું નથી. જો કોરોનાવાયરસને લઈને અપાયેલા નિર્દેશોનું પાલન ન થાય તો આકરો દંડ કરવામાં આવે છે કે પછી સંપૂર્ણ એકમને સીલ કરવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને કદાચ આ નિયમો લાગુ પડતાં નથી.
અમદાવાદના એલિસબ્રિજ ખાતે આવેલ ઝોનલ કચેરીએ એલિસ બ્રિજ તેમ જ સરખેજના રાશન કાર્ડ ધારકો પોતાના રાશન કાર્ડમાં સુધારો કરવા એકત્ર થયાં હતાં. પરંતુ અહીં મોટી માત્રામાં ભીડ એકત્રિત થતાં સોસિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. અહીં તંત્ર દ્વારા કોરોનાને લઈને કોઈપણ જાતની વ્યવસ્થા જોવા મળી ન હતી. જ્યારે પુરવઠા વિભાગના કર્મચારીઓને તે વિશે પ્રશ્ન પૂછતાં તેમણે પોતાને ડિસ્ટર્બ ન કરવાનું જણાવી દીધું હતું. તેમને કેન્દ્ર સરકારના નિયમોનો ભંગ કર્યો હોવા છતાં આ મુદ્દે બોલવાનું ટાળ્યું હતું.