- ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા
- કોવિડ ગાઈડલાઈન અનુસાર રથયાત્રા નીકળે તેવી સંભાવના
- 150 ખલાસી રથયાત્રામાં જોડાય તેવી શક્યતા
અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા જગન્નાથ મંદિર તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણતાના આરે છે. પ્રસાદી માટેનો સામાન આવી ચૂક્યો છે, ગજરાજો પણ તૈયાર છે, ભગવાનના વાઘા બની ચૂક્યા છે, રથનું સમારકામ પણ પૂર્ણતાના આરે છે અને આમંત્રણ પત્રિકાઓ પણ વહેચાઈ ચૂકી છે. હવે રાહ જોવાઇ રહી છે, તો ફક્ત સરકારના નિર્ણયની. જે રથયાત્રાના બે દિવસ અગાઉ જ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો: Rathyatra 2021: પંદર દિવસ ભગવાન રહે છે બીમાર, જાણો ભગવાન કઈ ઔષધી લે છે અને જમવામાં શું આરોગે છે?
રથયાત્રા યોજવાનો વિકલ્પ
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા નીકળવાને લઈને સસ્પેન્સ યથાવત છે. પરંતુ આ વખતે અમદાવાદમાં કોરોનાના કેસ નહીંવત છે, તેમ કહી શકાય. જો કે, નિષ્ણાંતોએ રથયાત્રામાં લાખો લોકો ભેગા થાય તો કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપી દીધી છે. જેની વચ્ચે રથયાત્રા યોજવા અંગે મંદિર ટ્રસ્ટ, સરકાર અને પોલીસ દ્વારા જુદા-જુદા વિકલ્પો અંગે વિચારણા થઈ રહી છે. આ વિચારણા અંતર્ગત જનતા કરફ્યુ લાદીને ફક્ત મંદિર સાથે સંકળાયેલા લોકોને લઈને જ ચારથી-પાંચ કલાકમાં જ રથયાત્રા સંપન્ન કરાય તેવો એક વિકલ્પ લોકમુખે ચર્ચાઇ રહ્યો છે.