ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેપીડ કોરોના ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાયા

અમદાવાદના ચાંદલોડિયા અને ઓગણજ વોર્ડમાં કોરોનાનું માસ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં 262 કેસ આવ્યા હતા. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વાઇરસ ફેલાતાની ગંભીરતાને સમજીને માસ ટેસ્ટિંગ શરૂ કર્યાં છે.

ahd
રેપીડ કોરોના ટેસ્ટિંગ

By

Published : Sep 13, 2020, 10:43 PM IST

અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા પણ સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર કોરોના વાઇરસના દર્દીઓના આંકડા છુપાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કારણ કે, સ્મશાનમાં નોંધાતા મૃતકોના આંકડા અને સરકાર દ્વારા પ્રસિદ્ધ કરતા કોરોનાથી મૃત્યુ થતા દર્દીઓના આંકડા વચ્ચે મોટી વિસંગતતા જોવા મળે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વ્યસ્ત વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ સેન્ટર ઉભું કરીને નાગરિકોના સ્વૈચ્છિક રેપિડ ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જો કે, હવે એ વાત છુપી નથી કે કોરોના વાઇરસનુ કોમ્યુનિટી ટ્રાન્સફર મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે અને ભારત કોરોનાના કેસોમાં વિશ્વમાં બીજા ક્રમાંકે પહોંચ્યું છે. પ્રાથમિક તબક્કે ટાગોર હોલ અને પંચવટી ખાતે ઉભા કરાયેલ આ રેપીડ કોવિડ ટેસ્ટ સેન્ટરમાં કાગડા ઉડતા નજરે પડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details