- રામોલમાં રેમડેસીવીરના ઇન્જેક્શનની કાળા બજારી કરતા 4 આરોપીને ઝડપાયા
- હોસ્પિટલના કર્મચારી પાસેથી ઈન્જેકશન ખરીદતા હોવાનું સામે આવ્યું
- દર્દીઓને અપાયેલા ડોઝમાંથી વધેલા ઇન્જેક્શનની કાળા બજારી કરતા
અમદાવાદ:ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે લોકોના જીવ લઈ રહ્યો છે. ત્યારે, દર્દીઓ જીવ બચાવવા માટે રામબાણ સમાન રેમડેસીવીર ઇન્જેક્શનનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય સારું કરી રહ્યા છે. આ જ સમયે, અમદાવાદમાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા 4 આરોપીઓની ઇન્જેક્શન સાથે રામોલ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. પોલીસને બાતમી મળ્યા બાદ રામોલ પોલીસે છટકું ગોઠવી માધવ સ્કૂલ પાસેથી ચારેય આરોપીઓને 4 ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યા હતા. આ ચારેય શખ્સોમાંથી ઇન્જેક્શન ખરીદનાર 2 આરોપીઓ શશાંક અને નિલે હોસ્પિટલના કર્મચારી પાસેથી ઇન્જેક્શન મેળવ્યા હતા. શશાંક અને નિલ બન્ને 26000 રૂપિયામાં વિકાસ અને પ્રવીણને વેચવાના હતા. ત્યારે, વિકાસ અને પ્રવીણ આશરે 30થી 40 હજારમાં આ ઇન્જેકશન આપવાની ફિરાકમાં હતા.
આ પણ વાંચો:સાબરકાંઠાના હિંમતનગર સહકારી જીન વિસ્તારમાંથી રેમડેસીવીર ઈન્જેકશનની કાળા બજારી કરતા ચાર શખ્સ ઝડપાયા