અમદાવાદ :રાખડીના મટિરિયલ ભાવમાં વધારો થતાં આ વર્ષે રાખડીના ભાવમાં પણ 20 ટકા જેટલો વધારો (market price for rakhi)જોવા મળી રહ્યો છે. ભાવ વધારે હોવા છતાં લોકોની માંગ વધારે હોવાના કારણે બજારમાં રાખડીની અછત જોવા મળી રહી છે. તેવું વેપારી માની રહ્યા છે. દેશમાં મોંઘવારી ( Effect of inflation )દિનપ્રતિદિન વધી રહી છે. જેના કારણે દરેક જીવન જરૂરિયાત ચીજવસ્તુના ભાવમાં વધારો થયો છે. લોકોની બચતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મોંઘવારીની અસર તહેવાર પર જોવા મળી રહી છે. આ વર્ષે રક્ષાબંધનમાં (Raksha bandhan 2022) રાખડીના ભાવમાં 20 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં લોકો ભારે ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે.
રાખડીના રો- મટીરીયલ પર 18 ટકા GST :આ વખતે રાખડીના રોમટીરીયલ પર સરકાર દ્વારા 18 ટકા GST નાખતા આવ્યો છે. જેથી રાખડીના ભાવમાં 15 થી 20 ટકા ભાવ વધારો (market price for rakhi) જોવા મળી રહ્યો છે.ભાવ વધારો હોવા છતાં લોકો ભારે ઉત્સાહ પૂર્વ રાખડીની ખરીદી કરી રહ્યા છે.કોરોના મહામારીમાં રાખડી બનાવવાના કામકાજ પર અસર થઈ હતી.પરંતુ આ વર્ષે બજારમાં ભાવ વધારો હોવા છતાં રાખડીનું વેચાણ ( Sale of Rakhis ) ભારે જોવા મળી રહ્યું છે. વેપારીઓ દ્વારા આ વર્ષે અંદાજિત 200 કરોડની રાખડીનું વેચાણ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ Raksha Bandhan 2022: કિંમત લાખોમાં છતાં રિઅલ ડાયમંડની રાખડી લોકો માટે બની આકર્ષણનું કેન્દ્ર