- રાજ્યસભા સાંસદ નરહરિ અમીન કોરોના પોઝિટિવ
- કોરોનાના લક્ષણો જણાતા કરાવ્યો હતો ટેસ્ટ
- અમદાવાદની યુ.એન.મેહતા હોસ્પિટલમાં દાખલ
અમદાવાદઃ રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાના સંક્રમણમાં સામાન્ય નાગરિકની સાથે સાથે કેટલાક રાજનેતાઓ પણ આવી ચૂક્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને રાજ્યસભા સાંસદ નરહરિ અમીનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી ડોક્ટરોની સલાહ પર તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નરહરિ અમીનના ખબર અંતર પૂછ્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના રાજ્યસભાના સંસદસભ્ય અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નરહરિ અમીન અને તેમના પત્ની નીતાબેન અમીનના કોરોના સંક્રમિત થવાના સમાચાર સાંભળી ને બન્ને સાથે ટેલિફોનિક વાત કરી ને ખબર અંતર પૂછ્યા હતા અને જલ્દી થી સ્વસ્થ થવાની શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત દેશના ગૃહપ્રધાન અમિતભાઇ શાહે પણ બન્ને સાથે ટેલિફોનિક વાત કરી ને ખબર અંતર પૂછ્યા હતા.
ભાજપના વિજયોત્સવમાં રહ્યા હતા હજાર