- શહેરના પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજાએ આપ્યા દર્શન
- ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં પડ્યો 0.58 ઇંચ વરસાદ
- સામાન્ય વરસાદમાં પાણી ભરાતા તંત્રની પોલ ખુલી
અમદાવાદ : હવામાન વિભાગની આગાહી( Rainfall Forecast )ને પગલે શહેરમાં શનિવાર સાંજ બાદ મેઘરાજાએ પશ્ચિમ વિસ્તારમાં દેખા દીધી હતી. બોડકદેવમાં 22 MM સાથે સૌથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે, પશ્ચિમ અમદાવાદ (Rain In Ahmedabad )સિવાયના વિસ્તારોમાં વરસાદ પડયો ન હતો, મનપા હદના પશ્ચિમ ઝોનમાં 8.75 MM, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 15 MM અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2 MM વરસાદ પડ્યો હતો. આમ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને અમદાવાદીઓને ગરમીથી રાહત મળી હતી.
આ પણ વાંચો:અમદાવાદમાં સામાન્ય વરસાદમાં વિસ્તારોમાં પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા
સામાન્ય વરસાદમાં પાણી ભરાયા
શહેરમાં લાંબા સમય બાદ વરસાદ પડતા માત્ર સામાન્ય વરસાદમાં જ તંત્રની પોલ ખુલ્લી પડી હતી. શનિવારે સાંજે પડેલા વરસાદમાં સૌથી વધુ બોડકદેવમાં 22 MM જ વરસાદ પડયો હતો, પરંતુ ગુરુકુળ રોડ, હેલ્મેટ ચાર રસ્તા, મેમનગર જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે 2 કલાક બાદ પાણી ઓસરી ગયા હતા. લોકો દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, જો માત્ર 22 MM વરસાદનું પાણી 2 કલાકમાં ઓસરતું હોય તો ભારે વરસાદમાં શહેરની શું સ્થિતિ થશે ?
આ પણ વાંચો:નવસારીમાં ભારે વરસાદથી મહાકાય વૃક્ષ ધરાશાયી, માળા સાથે 40 જેટલા પક્ષીઓ પટકાતા કરાયા રેસ્ક્યૂ
યુવાઓ વરસાદનો આનંદ લેવા બહાર નીકળ્યા
અમદાવાદમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં શનિવારે સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા યુવાઓ વરસાદનો આનંદ લેવા બહાર નીકળ્યા હતા. જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય ત્યાં પણ લોકો આનંદ લેતા જણાતા હતા, જોકે આ સામે વાહન ચાલકોને હાલકી પણ પડી હતી. ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં પડેલા વરસાદમાં બોડકદેવમાં 22mm, સાયન્સ સિટીમાં 18mm, રાણીપ અને ચાંદલોડિયામાં 18mm જ્યારે, ચાંદખેડામાં 16 mm વરસાદ પડયો હતો.