અમદાવાદ : વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ (Rain in Ahmedabad) જાય છે. આ ભરાયેલા પાણીને કારણે લોકો હેરાન તો થાય છે, સાથે સાથે પાણીનો બગાડ પણ થાય છે. પરંતુ, હવે અમદાવાદના 5 વિસ્તારમાં પાણી ભરાય છે તે હવે ગુજરાત યુનિવર્સીટી દ્વારા ભૂગર્ભમાં પહોંચાડવામાં આવશે. આ માટે ગુજરાત યુનિવર્સિટીએ પરકોલેશન મુકવામાં આવ્યું છે. તેમાંથી પાણી શુદ્ધ થઈને જમીનમાં જશે.
લોકોની હેરાની - ગુજરાત યુનિવર્સિટી રકાબી જેવો વિસ્તાર છે. જેની ચારે બાજુ ઢાળવાળા વિસ્તાર છે. ગુલબાઈ ટેકરા, થલતેજ, વિજય ચાર રસ્તા, ગુરુકુળ અને નવરંગપુરામાં વરસાદ પડે ત્યારે આસપાસના વિસ્તારોમાંથી પાણી અત્યાર સુધી ગુજરાત યુનિવર્સિટી પાસે આવતું હતું. રોડ રસ્તા તેમજ બાંધકામ વધી ગયું હોવાને કારણે પાણી વધુ ભરાઈ છે. આ પાણી ભરાઈ જવાના કારણે લોકો હેરાન થતા જોવા મળતા હતા. સાથે પાણી સુકાઈ જતું અને ગટરમાં જતું જેનાથી પાણીનો બગાડ પણ થતો હતો. આ પાણીનો સંગ્રહ કરી શકાય તે માટે યુનિવર્સિટીએ દોઢ વર્ષ અગાઉ વિચાર કર્યો હતો અને તે માટે ટ્રાયલ પર એક પરકોલેશન લગાવવામાં આવ્યું હતું. જેમાં ઉપરના ભાગના કાણામાંથી પાણી જમીનમાં જશે જે બાદ પાણી જમીનની અંદર જઈને સંગ્રહ થશે.
પાણીને લઈને પરકોલેશન - પરકોલેશન એ સિમેન્ટ અને કપચી માંથી બને છે. જેમાં અંદરની તરફ પતરા લગાવવામાં આવ્યા છે. જેનાથી અશુદ્ધ પાણી શુદ્ધ થશે. આ શુદ્ધ થયેલા પાણી જમીનમાં ઉતરશે અને જેનો ઉપયોગ થઈ શકશે. ગુજરાત યુનિવર્સિટીએ કરેલા અભ્યાસ મુજબ જમીનથી 200 મીટર જેટલી ઊંડાઈ પર (Percolation for Rainwater Harvesting) ભૂગર્ભ જળ મળે છે, ત્યારે પરકોલેશન લગાવવાના કારણે 200 મીટરથી ઓછી ઊંડાઈમાં પાણી મળી રહેશે. આ પાણીનો કોઈ પણ વ્યક્તિ બોરથી ખેંચીને ઉપયોગ કરી શકશે.
આ પણ વાંચો :દરિયા દેવ પણ કૃષ્ણ ના પગ પંપાળવાની કરી રહ્યા છે કોશિશ, જૂઓ VIDEO