અમદાવાદઃ શહેરમાં મોડી સાંજે વરસાદી માહોલ છવાયો હતો. શહેરના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરના જુદા-જુદા વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. એક અઠવાડિયા બાદ ફરી એકવાર અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે. શાહીબાગ, સુભાષબ્રીજ, રિવરફ્રન્ટ, મણિનગર, જશોદાનગર, રામોલ, ઈસનપુર, વટવા, નારોલ, કાંકરિયા, ખોખરા-હાટકેશ્વર, અમરાઈવાડી, વસ્ત્રાલ, ઘોડાસર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
અમદાવાદમાં અઠવાડિયા બાદ ફરી વરસાદનું આગમન, મોડી સાંજે જામ્યો વરસાદી માહોલ - latest news of Ahmedabad
અમદાવાદમાં મોડી સાંજે વરસાદી માહોલ છવાયો હતો. શહેરના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરના જુદા-જુદા વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો.
અમદાવાદમાં ઓફિસ છૂટવાના સમયે જ વરસાદી માહોલ જામતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદને પગલે છેલ્લા અઠવાડિયાથી થતા ઉકળાટ અને બફારામાં શહેરીજનોને રાહત થઈ હતી. બપોરે જ વરસાદના આગમને પગલે વાતાવરણ ખુશનુમા બન્યું હતું. જ્યારે અચાનક જ ધોધમાર વરસાદ પડતાં વાહનચાલકો રસ્તામાં ઉભા રહી ગયા હતા. આગામી પાંચ દિવસોમાં પવનની પેટર્ન અને વાતાવરણની સ્થિતિ વરસાદ પડવા માટે સાનુકૂળતા સર્જશે, જેને કારણે પાંચ દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ફરીથી વરસાદની એન્ટ્રી થઇ શકે છે.