અમદાવાદ: વિભાગીય વ્યવસ્થાપક દીપકકુમાર ઝાએ જણાવ્યું કે, ગુણવત્તા વ્યવસ્થાપન માટે ISO 9001:2015 પ્રમાણપત્ર, વ્યાવસાયિક સલામતી પ્રબંધન માટે ISO 45001:2018 પ્રમાણપત્ર, વધુ સારા પર્યાવરણ પ્રબંધન માટે ISO 14001:2015 પ્રમાણપત્ર અને કાર્ય-સ્થલની વ્યવસ્થાપન પ્રણાલી માટે 5s પ્રમાણપત્ર પ્રાપ્ત કરીને જાન્યુઆરી 2019માં સ્થપાયેલા સમન્વિત સાબરમતી રેલ ડબ્બાના ડેપોએ નોંધનીય સફળતા મેળવી છે.
રેલવેના સાબરમતી કોચિંગ ડેપોએ ISOના ચાર પ્રમાણપત્ર મેળવ્યા - Ahmedabad
વેસ્ટર્ન રેલવેના અમદાવાદ વિભાગના સમન્વિત રેલના કોચિંગ ડેપો સાબરમતીને તાજેતરમાં શ્રેષ્ઠતા માટે ચાર પ્રમાણપત્ર મળ્યા છે, જે વધુ સારા મેનેજમેન્ટ માટે ટૂંકા સમયમાં મેળવેલી નોંધપાત્ર પ્રાપ્તિ છે.
આ ડેપોએ માત્ર દોઢ વર્ષમાં જ ચાર પ્રમાણપત્ર પ્રાપ્ત કરીને ગૌરવવંતી પ્રતિષ્ઠા બનાવી છે. કેઅર સર્ટિફિકેશન પ્રાઇવેટ લિમિટેડ, નવી દિલ્હિએ આઇસીડી સાબરમતીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વિભાગીય રેલ વ્યવસ્થાપક દીપકકુમાર ઝાને ઉપરોક્ત પ્રમાણપત્રો આપ્યા હતાં.
આ પ્રસંગે વરિષ્ઠ યાંત્રિક ઇજનેર (સમન્વય) અભિષેકકુમાર સિંહ, વરિષ્ઠ ડેપો અધિકારી, સાબરમતી, એસ. કે. મુખર્જી અને વરિષ્ઠ પર્યાવરણ અને ગૃહ-વ્યવસ્થા પ્રબંધક ફ્રેડરિક પેરિયત પણ હાજર હતા. એસ.કે મુખર્જીએ જણાવ્યું કે, આઇસીડી સાબરમતી પશ્ચિમ રેલેવેનો એક માત્ર એવો ડેપો છે કે, જેમાં દરેક પ્રકારના રેલના ડબ્બા, જેમ કે, ડેમૂ, એલએચબી અને પારંપારિક ડબ્બાઓની જાળવણી કરવામાં આવે છે. શ્રેષ્ઠતા માટેના પ્રમાણપત્રો ડેપોના ઉત્સાહિત તેમજ નિષ્ઠાવાન-સમર્પિત કર્મચારીઓની મહેનતનું પરિણામ છે.