ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન, શહેરના કુલ 14 સ્થળોએ દરોડા - Income Tax department active

દિવાળી પછી ફરીથી IT વિભાગ સક્રિય(Income Tax department active) થયું છે. ગેરકાયદેસર બિલો અને બેનામી સંપત્તિ ધરાવતા એકમો વિરુદ્ધ લાલઆંખ કરવામાં આવી રહી છે. રાજકોટ અને અમદાવાદમાં અનેક મોટા ઓપરેશન બાદ ફરીથી અમદાવાદમાં મોટી રેડ(Big red in Ahmedabad by income tax) કરાઇ છે. માણેકચંદ ગુટખાના મોટા ડીલર(Income tax raids on Manekchand Gutkha trader) મુસ્તફા શેખને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા કર્યા છે.

અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન
અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન

By

Published : Nov 16, 2021, 12:56 PM IST

Updated : Nov 16, 2021, 3:56 PM IST

  • માણેકચંદ ગુટખાના મોટા ડીલર મુસ્તફા શેખને ત્યાં ITના દરોડા
  • મોટી સંખ્યામાં કરચોરી બહાર આવે તેવી પ્રબળ શકયતા
  • દિવાળી બાદ IT વિભાગ થયું સક્રિય

અમદાવાદ: નવા વર્ષની શરૂઆતની સાથે જ IT વિભાગ સક્રિય(Income Tax department active) થઈ ગયું છે. કરચોરી કરતા એકમો વિરુદ્ધ IT વિભાગે લાલઆંખ કરી છે. રાજકોટ અને અમદાવાદમાં અનેક મોટા ઓપરેશન બાદ ફરી વખત અમદાવાદમાં મોટી રેડ પાડવામાં(Big red in Ahmedabad by income tax) આવી છે. માણેકચંદ ગુટખાના મોટા ડીલર(Income tax raids on Manekchand Gutkha trader) મુસ્તાક શેખને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. ITના અધિકારીઓની જુદી જુદી ટીમો બનાવી ૧૪ જેટલા સ્થળો પર રેડ પાડવામાં આવી છે રાજ્યમાં જુદી જુદી ઓફિસના IT અધિકારીઓ આજની મોટી રેડમાં જોડાયા છે.

ક્યાં ક્યાં સ્થળે દરોડા

અમદાવાદમાં આશ્રમ રોડ, પાલડી. કાલુપુર સહિતના સ્થળોએ મુસ્તાક અને તેના ભાગીદારની ઓફિસ અને રહેણાક વિસ્તારોમાં દરોડા કર્યા છે. જેમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે હાલમાં અધિકારીઓ દ્વારા આ રેડની કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો : મહેસાણા જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં કુલ 27.52 કરોડની વેરા વસુલાત બાકી

આ પણ વાંચો : IT દરોડા પછી સોનુ સુદે સોશિયલ મીડિયા પર લખી પોસ્ટ, લખ્યું- 'કર' ભલા, હો ભલા

Last Updated : Nov 16, 2021, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details