ગુજરાત

gujarat

ETV Bharat / city

Raid on Gamble place in Sarkhej: સરખેજમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગારના અડ્ડાઓ પર પડ્યા દરોડા - સરખેજમાં મટકાનો જુગાર

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના ઘણા વિસ્તારોમાં દરોડા પાડ્યાં છે. સરખેજમાં ગેરકાયદે પ્રવૃત્તિઓની(Illegal Activities in Sarkhej) જુગારધામ સહિતની જગ્યાઓમાં દરોડા(Raid on Gamble place in Sarkhej ) પાડી કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. સઘન જાણકારી માટે વાંચો અહેવાલ.

Raid on Gamble place in Sarkhej: સરખેજમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગારના અડ્ડાઓ પર પડ્યા દરોડા
Raid on Gamble place in Sarkhej: સરખેજમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગારના અડ્ડાઓ પર પડ્યા દરોડા

By

Published : Apr 22, 2022, 3:52 PM IST

અમદાવાદ: શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ(Raid on Gamble place in Sarkhej) હવે બેફામ રીતે વધી ગઈ છે. છેલ્લા અઠવાડિયામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં ચાલતી દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. ત્યારે સરખેજ વિસ્તારમાં પણ ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની(Gandhinagar State monitoring cell) ટીમે મકરબા રોડ પર તારા ગરબાવાના ખાડામાં ચાલતા વરલી મટકાના જુગારની(Gambling in Sarkhej) જગ્યા પર દરોડા પાડ્યાં હતાં.

આ પણ વાંચોઃState Monitoring Cell In Lunawada: લુણાવાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જુગાર ધામ ઝડપાયું

7 વ્યક્તિની ધરપકડ - જુગારના અડ્ડા ચલાવનાર મહંમદ વસીમ મલેક તેના બે રાઇટર અને આંક લખાવવા(Matka Gambling in Sarkhej) આવેલા ગ્રાહકો સહિત 7 લોકોની ધરપકડ કરી છે. ત્યારે આ જુગારની જગ્યામાં કુલ 14 જેટલા વાહનો કબ્જે કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃવિસનગરમાં ઉમિયા ફાઇનાન્સ કંપનીમાં પોલીસના દરોડા, જુગાર રમતા 8 નબીરા ઝડપાયા

વોન્ટેડ છે આટલા આરોપી - 12 જેટલા આરોપીઓ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે હાલમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદમાં અનેક જગ્યાએ ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ(Illegal Activities in Sarkhej ) પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details