છ દિવસના ઘટાડા પછી શેરબજારમાં પુલબેક, સેન્સેક્સમાં 835 પોઈન્ટનો ઉછાળો - નિફ્ટી
શેરબજારમાં ગઈકાલના ભારે ગાબડા પછી આજે ઉછાળો આવ્યો હતો. ઓકટોબર ફયુચર ઓપ્શન કોન્ટ્રેક્ટનો પ્રથમ દિવસ હતો, જેથી શેરોની જાતે-જાતમાં નવી લેવાલી આવી હતી, અને માર્કેટમાં પુલબેક જોવાયો હતો. બીએસઈ સેન્સેક્સ 835 પોઈન્ટ ઉછળી 37,388 બંધ રહ્યો હતો, તેમજ એનએસઈ નિફટી 244 પોઈન્ટ ઉછળી 11,050 બંધ થયો હતો.
છ દિવસના ઘટાડા પછી શેરબજારમાં પુલબેક, સેન્સેક્સમાં 835 પોઈન્ટનો ઉછાળો
અમદાવાદઃ અમદાવાદ- વિદેશના સ્ટોર માર્કેટના પોઝિટિવ ન્યૂઝ હતા. અમેરિકાનો ડાઉજોન્સ અને નેસ્ડક સુધરીને આવ્યા હતા, જેની પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ પણ સ્ટેબલ રહ્યા હતા. ભારતીય શેરબજાર સવારે ખુલ્યું ત્યારે સુધારા સાથે ખુલ્યું હતું. નવી વેચવાલી અટકી ગઈ હતી. સતત છ દિવસના ઘટાડા પછી બ્લુચિપ શેરોમાં ટેકારૂપી નવી લેવાલી આવી હતી, અને માર્કેટ સપ્તાહના છેલ્લા દિવસે સારા એવા પોઈન્ટ સાથે પ્લસ બંધ થયું હતું.