અમદાવાદ: અગાઉ અમદાવાદ મેટ્રો કોર્ટના વકીલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત સત્તાધિશોને આ અંગે પત્ર લખી ફેરવિચારણા કરવાની માગ કરી હતી. મેટ્રો કોર્ટના વકીલ દેવેશ શાહ તરફે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં કોર્પોરેશન દ્વારા કોરોનાની સારવાર માટે પ્રતિ દિવસે બેડ દીઠ લઘુતમ 10 હજાર વસુલવામાં આવે છે જેમાં હવે કોર્ટે 10 ટકાનો ઘટાડો કરવાનો આદેશ કર્યો છે અને દવા, ઇન્જેક્શન સહિતનો ખર્ચ અલગથી જેથી દર્દી અઠવાડિયાથી વધુ સારવાર લે તો બિલ લાખોની સંખ્યામાં થઈ શકે છે. સામાન્ય દિવસોમાં ખાનગી હોસ્પિટલમાં બેડ દીઠ 10 હજાર અને ICU માટે 23 હજાર હજાર વસુલવામાં આવતા નથી. નોંધનીય છે કે ICU ચાર્જમાં પણ 5 ટકાનો ઘટાડાનો આદેશ કરવામાં આવ્યો છે.
કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં વસુલાતી બેફામ રકમના મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી - ગુજરાત હાઈકોર્ટ
કોરોનાની સારવાર માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા ચાર્જ કરતા 10 ટકા ઓછી રકમ વસુલવાના આદેશ બાદ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં સામાન્ય દિવસોમાં ખાનગી હોસ્પિટલમાં બેડ દીઠ રુપિયા 3 હજાર વસુલવામાં આવે છે, તેની સામે 9000 રૂપિયા કઈ રીતે વસુલી શકાય? તેવી માગ સાથે અરજી દાખલ કરી હતી.
કોરોના મહામારી અને લૉકડાઉનને લીધે લોકો પાસે ખાવા-પીવાના પૈસા નથી અને આ રીતની બેફામ લૂંટ સામે વકીલ દેવેશ શાહે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી પણ દાખલ કરી હતી. નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે હાથ લીધેલ સુઓ મોટો અરજીમાં આદેશ કર્યો હતો કે આ સમય નફો રળવાનો નથી પરંતુ સાથે મળીને કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો છે. જો કોઈ ખાનગી હોસ્પિટલ દર્દીઓ પાસેથી વધારે રકમ વસુલશે તો તેને લાઇસન્સ રદ કરવામાં આવશે. હાઈકોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને યોગ્ય સત્તાધીશોને કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલો દ્વારા બેડ દીઠ કેટલી રકમ વસૂલી શકે તેનું ચાર્જફ્રેમ નક્કી કરવા આદેશ કર્યો હતો.