ગુજરાત

gujarat

ETV Bharat / city

PSI શ્વેતા જાડેજાએ કેનિલ શાહ પાસેથી 1.12 લાખનો એપલનો ફોન લાંચ પેટે પડાવ્યો - કેનિલ શાહ

અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં PSI શ્વેતા જાડેજા દુષ્કર્મ આરોપી પાસેથી લાંચ પેટે પૈસા પડાવવાના કેસમાં અમદાવાદ એસઓજી દ્વારા અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, શ્વેતા જાડેજાએ આરોપીઓ પાસેથી ટુકડે-ટુકડે 30 લાખ રૂપિયા વસૂલ્યાં હતાં અને 1.12 લાખ રૂપિયાનો એપલનો ફોન પણ આરોપી પાસેથી લાંચ પેટે મેળવ્યો હતો.

PSI શ્વેતા જાડેજાએ કેનિલ શાહ પાસેથી 1.12 લાખનો એપલનો ફોન લાંચ પેટે પડાવ્યો
PSI શ્વેતા જાડેજાએ કેનિલ શાહ પાસેથી 1.12 લાખનો એપલનો ફોન લાંચ પેટે પડાવ્યો

By

Published : Sep 2, 2020, 6:52 PM IST

અમદાવાદઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા PSI શ્વેતા જાડેજા કેસમાં દાખલ કરેલી ચાર્જશીટમાં જણાવ્યું હતું કે આરોપી શ્વેતા જાડેજાએ તેના બનેવી દેવેન્દ્ર ઓડેદરા મારફતે અલગ અલગ આંગડીયા પેઢીથી લાંચની રકમ સ્વીકારી હતી. એટલું જ નહીં, આરોપી PSI શ્વેતા જાડેજાએ દુષ્કર્મ કેસના આરોપી કેનિલ શાહ પાસે 1.12 લાખ રૂપિયાનું એપલનો ફોન પણ લાંચમાં પોતાના નામે ખરીદ્યો હતો.

PSI શ્વેતા જાડેજાએ કેનિલ શાહ પાસેથી 1.12 લાખનો એપલનો ફોન લાંચ પેટે પડાવ્યો
એસઓજી દ્વારા રજૂ કરેલી ચાર્જશીટમાં કુલ 46 સાક્ષીઓ બતાવવામાં આવ્યાં છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આરોપી પોલીસ અધિકારી સામે કેસ ચલાવવાની પરવાનગી આપી હતી. PSI શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર ઓડેદરા હાલ ફરાર છે જેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
PSI શ્વેતા જાડેજાએ કેનિલ શાહ પાસેથી 1.12 લાખનો એપલનો ફોન લાંચ પેટે પડાવ્યો
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, દુષ્કર્મના આરોપી કેનિલ શાહ સામે IPCની કલમ 376 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને બે પોલીસ ફરિયાદ પૈકી એક ફરિયાદની તપાસ PSI શ્વેતા જાડેજા દ્વારા કરવામાં આવતી હતી. ત્યારે આરોપીને પાસા હેઠળ નાખવાની ધમકી આપી લાંચ પેટે ટુકડે ટુકડે કુલ 30 લાખ રૂપિયા વસૂલ્યાં હોવાનો તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં, આરોપી PSI દુષ્કર્મ આરોપી કેનિલ શાહને ત્રીજી ફરિયાદ ન નોંધવી હોય 10 લાખ રૂપિયાની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details