અમદાવાદઃ SOG દ્વારા PSI શ્વેતા જાડેજા કેસમાં દાખલ કરેલી ચાર્જશીટમાં જણાવ્યું કે, આરોપી શ્વેતા જાડેજાએ તેના બનેવી દેવેન્દ્ર ઓડેદરા મારફતે અલગ અલગ આંગડીયા પેઢી પાસેથી લાંચની રકમ સ્વીકારી હતી. એટલું જ નહીં, આરોપી PSI શ્વેતા જાડેજાએ દુષ્કર્મ કેસના આરોપી કેનિલ શાહના ભાઈ પાસે 1.12 લાખ રૂપિયાનો ફોન પણ લાંચમાં પોતાના નામે ખરીદ્યો હતો. પીએસઆઇ શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર ઓડેદરા હાલ ફરાર છે, જેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
PSI શ્વેતા જાડેજાએ જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી - હાઈકોર્ટમાં અરજી
અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં PSI શ્વેતા જાડેજા દુષ્કર્મ આરોપી પાસેથી 35 લાખ રૂપિયા લાંચ માંગવામાં કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ ફરીવાર દાખલ કરાયેલી જામીન અરજી અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવાતા જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.
PSI શ્વેતા જાડેજાએ જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી
આ સમગ્ર કેસની વિગત એવી છે કે દુષ્કર્મના આરોપી કેનિલ શાહ સામે IPCની કલમ 376 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને બે પોલીસ ફરિયાદ પૈકી એક ફરિયાદની તપાસ PSI શ્વેતા જાડેજા દ્વારા કરવામાં આવતી હતી. ત્યારે આરોપીને પાસા હેઠળ નાખવાની ધમકી આપી લાંચ પેટે ટુકડે-ટુકડે કુલ 30 લાખ રૂપિયા વસૂલ્યાં હોવાનો તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં, આરોપી PSI દુષ્કર્મ આરોપી કેનિલ શાહને ત્રીજી ફરિયાદ ન નોંધવી હોય 10 લાખ રૂપિયાની માંગ કરી હતી.