અમદાવાદ- પીએસઆઇની સીધી ભરતીના (PSI Recruitment) વિવાદના મામલે એક ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં પીએસઆઇની ભરતીના વિવાદને લઈને ગુજરાત હાઇકોર્ટે ચૂકાદો (Judgment of Gujarat High Court )આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે અરજદાર દ્વારા કરવામાં આવેલી અરજીને (PSI Recruitment Opposition Application) ફગાવી દીધી છે અને દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવાર બોલાવવાની માગણી પણ ફગાવી દીધી છે. આ ઉપરાંત હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે પ્રિલીમમાં મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલવાની પદ્ધતિ ખૂબ જ યોગ્ય છે. આથી કોર્ટે ચૂકાદો આપતા એ પણ કહ્યું છે કે ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી છે.
સરકારની પદ્ધતિ યોગ્ય હોવાનું ઠેરવ્યું -પીએસઆઇ ભરતીના (PSI Recruitment) વિવાદનો મામલો ઘણા સમયથી હાઇકોર્ટમાં એના મુદ્દે સુનાવણી ચાલી રહી હતી. ત્યારે આજે હાઇકોર્ટે આ સમગ્ર મામલે પોતાનો ચુકાદો (Judgment of Gujarat High Court )આપ્યો છે. હાઈકોર્ટે પ્રિલિમ પરીક્ષામાં મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલાવવાની સરકારની પદ્ધતિ યોગ્ય હોવાનું ઠેરવ્યું છે અને સાથે સાથે દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવારોને લાવવાની માંગ (PSI Recruitment Opposition Application)સાથે થયેલી પિટિશનમાં હાઈકોર્ટે ફગાવી દીધી છે.
આ પણ વાંચોઃ કોન્સ્ટેબલો હવે શરૂ કરી દો તૈયારી, PSI ભરતીમાં ખાતાકીય પ્રમોશન મામલે HCએ આપી મોટી રાહત
હાઇકોર્ટે શું નોંધ લીધી -ગુજરાત હાઇકોર્ટે એ પણ નોંધ્યું છે કે ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી છે અને અનામત કેટેગરીમાં આવતાં ઉમેદવારના મેરિટમાંથી સારા માર્કસ હોય તો જનરલ કેટેગરીમાં આવી શકે છે. જનરલ કે બિનઅનામત કેટેગરીનો અર્થ એ નથી કે તેમાં મેરિટવાળા અનામત બેઠકના ઉમેદવારોને સમાવી ન શકાય.
સાથે જ હાઈકોર્ટે જે પણ અરજી થયેલી હતી તેને પણ (PSI Recruitment Opposition Application)ફગાવી દીધી છે અને રાજ્ય સરકારના અને ભરતી બોર્ડ અને ઓથોરિટીના નિયમ પ્રમાણે મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીમાં જે પણ પદ્ધતિ છે યોગ્ય છે એવું પણ હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં (Judgment of Gujarat High Court )નોંધ્યું છે.