ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ : આગામી 7 તારીખથી એરપોર્ટનું સંચાલન અદાણી કરશે - ખાનગીકરણ

અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. સરકાર અને અદાણી વચ્ચે ઘણા સમયથી વાટાઘાટો ચાલી રહી હતી. પરંતુ દસ્તાવેજી પ્રક્રિયા બાકી હોવાના કારણે આટલા સમય સુધી એરપોર્ટ અદાણીના હસ્તક કરવામાં આવ્યું નહોતું. પરંતુ આગામી 7 નવેમ્બરે એરપોર્ટ પર અદાણીના બેનરો લાગશે.

અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ : આગામી 7 તારીખથી એરપોર્ટનું સંચાલન અદાણી કરશે
અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ : આગામી 7 તારીખથી એરપોર્ટનું સંચાલન અદાણી કરશે

By

Published : Nov 4, 2020, 9:04 PM IST

  • અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ખાનગીકરણ કરાયું
  • આગામી 7 તારીખથી એરપોર્ટનું સંચાલન અદાણી કરશે
  • અદાણી દ્વારા એરપોર્ટ પર તૈયારી શરૂ કરવામાં આવી
  • અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી દ્વારા કરવામાં આવશે

    અમદાવાદઃ આગામી 7 નવેમ્બરથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં સિક્યુરિટી તેમજ ટર્મિનલ ઓપરેશન અને એરપોર્ટના વિકાસનું કામ અદાણી ગૃપ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત અદાણી દ્વારા હાલ અમદાવાદ એરપોર્ટ ખાતે બેનરો અને પોસ્ટરો લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
    સરકાર અને અદાણી વચ્ચે ઘણા સમય પહેલાં લેવામાં આવ્યો હતો પરંતુ દસ્તાવેજી પ્રક્રિયા બાકી હતી


  • અદાણી અંતર્ગત એરપોર્ટ સ્ટાફને ટ્રેનિંગ આપવાનું શરૂ કરાયું

    અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ કરાતાં અદાણીના અંતર્ગત એરપોર્ટ સ્ટાફ ટ્રેનિંગ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઈમિગ્રેશન સ્ટાફ સિક્યુરીટી સ્ટાફ અને અન્ય સ્ટાફ મેમ્બરોને અદાણી દ્વારા ટ્રેનિંગ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આગામી 7 તારીખથી એરપોર્ટનો તમામ કાર્યભાર અદાણી દ્વારા સંભાળવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details