- રેમડેસીવીર ઇન્જેક્શનના ભાવમાં ધરખમ ઘટાડો
- કેન્દ્રના આદેશ બાદ કંપનીઓએ ભાવ ઘટાડ્યા
- ઝાયડસ બાદ 6 કંપનીઓએ ઘટાડ્યા ભાવ
અમદાવાદ: દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખતરનાક સાબિત થઇ છે. કોરોના સંક્રમિત દર્દીઓ માટે જરૂરી રેમડેસીવીર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે, ત્યારે કેટલીક કંપનીઓ મનફાવે તેવો ભાવ વસુલી રહી હતી. જોકે, હવે તેમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. રેમડેસીવીર ઇન્જેક્શન બનાવતી 7 ફાર્મા કંપનીઓએ પોતાની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે.
- નીચે પ્રમાણે વિવિધ કંપનીઓના રેમડેસીવીર ઇન્જેક્શનના ભાવ
ઝાયડસના રેમડેસીવીરનો ભાવ રૂપિયા-899
બાયોકોન ઇન્ડિયાના રેમડેસીવીરનો ભાવ રૂપિયા- 2450
ડો. રેડ્ડીના રેમડેસીવીરનો ભાવ રૂપિયા-2700
માયલાન ફાર્માના રેમડેસીવીરનો ભાવ રૂપિયા-3400
જુબિલન્ટના રેમડેસીવીરનો ભાવ રૂપિયા-3400
હેટેરોનારેમડેસીવીરનો ભાવ રૂપિયા-3490
સિપ્લા રેમડેસીવીર ઇન્જેકશનનો ભાવ રૂપિયા-3,000
3,500થી વધુ ચાર્જ રેમડેસીવીર માટે નહીં વસૂલાય
કેન્દ્ર સરકારની મધ્યસ્થી બાદ રેમડેસીવીર ઇન્જેક્શન બનાવતી ફાર્મા કંપનીઓએ કિંમતમાં ભારે કાપ મુક્યો છે. જરૂરિયાત મંદ લોકોને મોટી રાહત મળી છે. હવે રેમડેસીવીર ઇન્જેક્શન 899 રૂપિયાથી લઇને 3,490 રૂપિયા સુધી મળી શકશે.
7 ફાર્મા કંપનીઓએ ભાવ ઘટાડ્યા
કેડિલા રેમડેસીવીર ઇન્જેક્શનના 2800 રૂપિયા લેતી હતી. જે હવે ઘટીને 899 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે સીપલાના ભાવમાં પણ 1 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા હવે રેમડેસીવીર ઇન્જેક્શન 3,000 રૂપિયામાં મળી શકશે.
- કેડિલા હેલ્થકેર-રેમડેક
અગાઉનો ભાવ-2,800