અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશન વર્ષ 1994થી સતત 17 વખત ચૂંટાઈ આવેલા પ્રમુખ યતીન ઓઝાએ રાજીનામાના પત્રમાં જણાવ્યું હતું કે, વર્ચ્યૂઅલ સુનાવણીને લીધે કેટલાક વકીલોની મેટર ઘણાં દિવસથી કોર્ટ સમક્ષ લિસ્ટ થતી નથી, જ્યારે ઘણાં વકીલોની મેટર બે દિવસમાં જ લિસ્ટ થઈ જાય છે. લૉકડાઉનને લીધે વકીલોની વર્તમાન સ્થિતિ વિશે વાતચીત કરતા જણાવ્યું કે, તેમણે હાલમાં જ ખાવા માટે ઓન-લાઈન ઓર્ડર મંગાવ્યો ત્યારે બેરોજગારીને લીધે એક વકીલ ડિલિવરી કરવાની નોકરી કરતાં તેમને લાગી આવ્યું હતું.
યતીન ઓઝાએ રાજીનામું આપ્યું, મેટર લિસ્ટિંગમાં પડતી હાલાકીનું કારણ આગળ ધર્યું - યતીન ઓઝા
26 વર્ષથી ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ વર્ચ્યૂઅલ સુનાવણીને લીધે કેટલાક વકીલની મેટરને લિસ્ટ થવામાં પડતી હાલાકી અને વકીલોની કથળતી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રમુખપદ પરથી રાજીનામું આપી દીધું છે.
યતીન ઓઝાએ રાજીનામું આપ્યું, મેટર લિસ્ટિંગમાં પડતી હાલાકીનું કારણ આગળ ધર્યું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 64 ટકા વકીલ જો કોર્ટમાં સુનાવણી અંગે સહમતી દર્શાવતા હોય અને તેમ છતાં પરવાનગી ન આપવા આવે તો વકીલો ચેમ્બરમાં રહીને સુનાવણીની પરવાનગી માગી હતી. જો કે એ પણ ફગાવી દેવાતાં યતીન ઓઝાએ ગુજરાત હાઇકોર્ટ બાર કાઉન્સિલના સેક્રેટરીને રાજીનામું આપી દીધું છે. હવે તેમના સ્થાને પાર્થિવરાજ જાડેજા ઇનચાર્જ પ્રમુખ રહેશે.