- અમદાવાદમાં PM મોદીના આગમન પહેલા ખાસ તૈયારીઓ
- ગાંધીઆશ્રમ ખાતે તૈયારીઓનો ધમધમાટ શરૂ છે
- એરપોર્ટથી આશ્રમ રોડ સુધી લાઇટિંગનું ડેકોરેશન
અમદાવાદ:દાંડીયાત્રાને 91 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારેશુક્રવારે દાંડીયાત્રાના મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદી ઉપસ્થિત રહેશે. 12 માર્ચે 'આઝાદી કા અમૃત મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરવામાં આવશે. PM મોદીની ઉપસ્થિતને કારણે સાબરમતી આશ્રમથી પસાર થતા રસ્તાઓ બંધ રહેશે.
આ પણ વાંચો:આઝાદીનો અમૃત મહોત્સવ-વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમથી કરાવશે આરંભ
સામાન્ય લોકોને અવરજવર માટે વૈકલ્પિક માર્ગ
- સુભાષબ્રીજથી સાબરમતી આશ્રમનો રસ્તો બંધ રહેશે
- પ્રબોધરાવલ સર્કલથી ટી-સર્કલ વાળા માર્ગ ખુલ્લો રહેશે
- ગીતા મંદિરથી દાણીલીમડા ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ રહેશે
- એક બાજુનો માર્ગ દાંડી યાત્રા પસાર થાય ત્યાં સુધી બંધ રહેશે
- વાડજ સર્કલથી પાલડી ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ રહેશે
- પાલડી સર્કલથી NIDlથી જમાલપુર બ્રીજનો માર્ગ બંધ રહેશે
- જમાલપુર બ્રીજ નીચેથી બહેરામપુરા પોલીસ ચોકી સુધી રસ્તો બંધ રહેશે