ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં સામાન્ય વરસાદમાં વિસ્તારોમાં પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા - પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા

હવામાન વિભાગ દ્વારા ગુરૂવારના રોજથી આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે, આજે અમદાવાદમાં સામાન્ય 9.30 MM વરસાદ આવતા શહેરના અનેક વિસ્તારો સહિત રસ્તાઓમાં પાણી ભરાતા મનપાના પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી હતી.

અમદાવાદમાં સામાન્ય વરસાદમાં વિસ્તારોમાં પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં વિસ્તારોમાં પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા

By

Published : Jun 17, 2021, 8:16 PM IST

  • મનપાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી
  • અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ભરાયા પાણી
  • શહેરમાં ભારી ભરાવાથી વાહન ચાલકોને મુશ્કેલી

અમદાવાદ: શહેરમાં ગુરૂવારે સતત બીજા દિવસે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આથી, લોકોને ભારે ગરમીથી રાહત મળી રહી હતી. સામાન્ય રીતે પ્રિ-મોન્સૂનની કામગીરીના દાવા કરતી મનપાની કામગીરીની પણ પોલ ખુલ્લી પડી હતી. કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાયા હોવાની સમસ્યા સામે આવી હતી. અગાઉ મનપાએ જાહેરાત કરી હતી કે પ્રિ-મોન્સૂન કામગીરીના પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અને બીજો તબક્કો પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. પરંતુ, સામાન્ય વરસાદમાં પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો સામે આવી છે.

અમદાવાદમાં સામાન્ય વરસાદમાં વિસ્તારોમાં પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા

આ પણ વાંચો:Rain Forecast : ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

સામાન્ય વરસાદમાં વિસ્તારોમાં પાણી ભરાયા

હવામાન વિભાગે ગુરુવારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. તે મુજબ અમદાવાદમાં બપોરે 9.30 MM વરસાદ પડ્યો હતો. આ સામાન્ય વરસાદ હોવા છતાં કુબેર નગર ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી હતી. આ ઉપરાંત, કુબેરનગર વિસ્તારમાં આવેલા બંગલા એરિયા પાસે પણ પાણી ભરાયા હતા. જ્યારે બીજી તરફ, નવા પશ્ચિમ વિસ્તારોમાં પણ મેમનગર પાસે પાણી ભરાયું હતું. જોકે, મેમનગર પાસે થોડા જ સમયમાં પાણી નીતરી ગયુ હતું.

આ પણ વાંચો:monsoon update vadodara : અડધો કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો, ઠેર ઠેર હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી

મનપા દ્વારા મેનહોલ અને કેચપીટની સફાઈના દાવા

અમદાવાદ મહાનગરપાલિકા ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન કામગીરીઓના દાવાઓ કરે છે. પરંતુ, આજે ગુરૂવારે પડેલા વરસાદમા ઠેર-ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે. કુબેર નગર વિસ્તાર હોય કે પછી સેજપુર બોઘાનું ગરનાળા વિસ્તાર, તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો સામે આવતા વાહન ચાલકોને પણ હાલાકી થઈ હોવાની સમસ્યા સામે આવી રહી છે. એક તરફ મનપા ચોમાસા પહેલા મેનહોલ અને કેચપીટની સફાઈના દાવાઓ કરે છે. પરંતુ, જો સફાઈ થઈ હોય તો માત્ર 9.30 MM વરસાદમાં જ કઈ રીતે પાણી ભરાઈ શકે?

ABOUT THE AUTHOR

...view details