- નવા રીપોર્ટમાં નવા નામો બહાર આવ્યા
- પ્રવીણ તોગડિયા લાંબા સમયથી મોદીના વિરોધી રહ્યા છે
- હું જે બોલું છુ તે ડંકાની ચોટ પર બોલું છુઃ પ્રવીણ તોગડિયા
પેગાસસ જાસૂસી મામલે પ્રવીણ તોગડિયાની પ્રતિક્રિયાઃ જાસૂસી મામલે મને કોઈ ફેર પડતો નથી - Israel software pegasus
ઈઝરાયલી સોફટવેર પેગાસસ દ્વારા જાસૂસી થઈ હોવાના મુદ્દા પર આજે લોકસભા અને રાજ્યસભામાં ભારે હંગામો થયો હતો. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ અને પ્રતિઆક્ષેપનો મારો ચાલ્યો હતો. ત્યાર બાદ નવો રીપોર્ટ આવ્યો હતો, જેમાં બીજા કેટલાક નામો બહાર આવ્યા હતા. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણ તોગડિયાનું નામ પણ છે. પ્રવીણ તોગડિયાએ શું કહ્યું ETV Bharatને… જુઓ સ્પેશિયલ રીપોર્ટ
અમદાવાદ: મીડિયા દ્વારા બહાર પડાયેલા નવા રીપોર્ટમાં નવા નામો બહાર આવ્યા છે કે, જેમના ફોન ઈઝરાયલી સોફટવેર પેગાસસ (israel software pagasas) દ્વારા ટેપ કરાયા છે. તે યાદીમાં રાહુલ ગાંધી(rahul gandhi), પ્રશાંત કિશોર સહિત કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને પ્રહલાદસિંહ પટેલના નામ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (bjp) સાથે સંકળાયેલા રાજકારણીઓ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા(pravin togadiya)ના ટેપ અને જાસૂસી થયા હોવાના નામનો ઉલ્લેખ છે. રીપોર્ટમાં લખ્યું છે કે, પ્રવીણ તોગડિયા મોદીના લાંબા સમયથી વિરોધી છે.