ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં પ્રગતિ પેનલનો ભવ્ય વિજય

ઘણા વિઘ્નો બાદ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી 5 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવી હતી. જેનું પરિણામ 6 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉથી જ ચર્ચા પ્રમાણે પ્રગતિ પેનલની ભવ્ય જીત થઇ છે.

ETVBHARAT
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં પ્રગતિ પેનલનો ભવ્ય વિજય

By

Published : Sep 7, 2020, 4:44 AM IST

અમદાવાદઃ ઘણા વિઘ્નો બાદ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી 5 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવી હતી. જેનું પરિણામ 6 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉથી જ ચર્ચા પ્રમાણે પ્રગતિ પેનલની ભવ્ય જીત થઇ છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં પ્રગતિ પેનલનો ભવ્ય વિજય

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની પરંપરા પ્રમાણે ગત ચૂંટણીમાં જીતેલા સિનિયર ઉપપ્રમુખ પ્રમુખ બને છે. એ હિસાબે મેઘમણી ગ્રુપના નટુ પટેલ પ્રમુખ બન્યા હતા, જ્યારે ચૂંટણીમાં ભાગ લઈને આ વર્ષે સિનિયર ઉપપ્રમુખ તરીકે હેમંત શાહ વિજય બન્યા છે. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે કે.આઈ પટેલ વિજયી બન્યા છે. આ સાથે જ વિવિધ કેટેગરીમાં પણ પ્રગતિ પેનલના સભ્યોએ બાજી મારી હતી.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં પ્રગતિ પેનલનો ભવ્ય વિજય

પરિણામ જાહેર થયા બાદ પ્રગતિ પેનલના સભ્યોએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર પેનલના સભ્યો પણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના જ સભ્યો છે. અહીં મતભેદ હોઈ શકે, પરંતુ મનભેદ નથી. તેમની પ્રાથમિકતા મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને જે ગુજરાતના ઇન્ડસ્ટ્રીઝના 95 ટકા જેટલી છે, તેની ઉપર કાર્ય કરવાની રહેશે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં પ્રગતિ પેનલનો ભવ્ય વિજય

ABOUT THE AUTHOR

...view details