ગુજરાત

gujarat

ETV Bharat / city

ઉનાળાની સીઝન છતાં અમદાવાદમાં કુંભારનો વેપાર મંદ - Ahmedabad News

અમદાવાદમાં કોરોનાને કારણે સામાન્ય સ્થિતિમાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેનાથી બજારમાં ગ્રાહકોની ગેરહાજરી જોવા મળી છે. આ ગેરહાજરીની અસર કુંભાર કે જે માટીના વાસણો વેચી વેપાર કરે છે, તેમના પર પડી રહી છે.

Potters in Ahmedabad are not getting income
Potters in Ahmedabad are not getting income

By

Published : May 8, 2021, 4:18 PM IST

  • કોરોનાની અસર નાના વેપારીઓ પર
  • રોકાણની સામે કુંભારને નથી મળી રહી આવક
  • એકલ દોકલ ગ્રાહક આવવાથી સ્થિતિ કફોડી

અમદાવાદ : કોરોનાની મહામારીએ દરેક વેપાર ઉપર માઠી અસર કરી છે, પરંતુ તેની સૌથી વધુ અસર નાના એકમો કે જે રોજ કમાનારા અને રોજ ખાનારો વર્ગ છે તેના પર પડી રહી છે. મહત્વનું છે કે, હાલ અમદાવાદમાં બીજી લહેરને કારણે સામાન્ય સ્થિતિમાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેનાથી બજારમાં ગ્રાહકોની ગેરહાજરી જોવા મળી છે. આ ગેરહાજરીની અસર કુંભાર કે જે માટીના વાસણો વેચી વેપાર કરે છે, તેમના પર પડી રહી છે.

ઉનાળાની સીઝન છતાં અમદાવાદમાં કુંભારનો વેપાર મંદ

આ પણ વાંચો : નવસારીના વેપારીઓ ધંધા શરૂ કરવાની માગ કરી

કોરોનાની બીકે કોઈ ખરીદી કરવા આવતું નથી

ઉનાળાની સીઝન કુંભારની સીઝન કહી શકાય. ભારતીય પરમ્પરામાં માટીના વાસણોનું ખુબ મહત્વ પણ છે, પરંતુ તેમ છતાં છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે જેટલું રોકાણ તેઓ કરી રહ્યા છે તે મુજબ આવક તેમને પ્રાપ્ત થઇ રહી નથી. લારી ઉપર માટીના ઘડા, માટીની પાણીની બોટલ, માટીનું કુકર જેવા વાસણો બનાવી તેઓ સોસાયટી સોસાયટીએ ફરે છે પણ કોરોનાની બીકે કોઈ ખરીદી કરવા આવતું નથી.

ઉનાળાની સીઝન છતાં અમદાવાદમાં કુંભારનો વેપાર મંદ

આ પણ વાંચો : કોવિડ પિરિયડમાં ઉદ્યોગકારોને આશા સારા સમયે સારા દિવસો હતા, કઠિન સમયના આ દિવસો પણ નીકળી જશે

રૂપિયા 2 લાખનો સમાન દુકાનમાં છે પણ વેચાતો નથી

ન્યુ ગોતાના ચાણક્યપુરીમાં માટીના વાસણો વેચી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા નેમજીભાઈ ડાંગીએ Etv Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા હાલ થોડી રાહત છે પણ સંપૂર્ણ રાહત નથી. દુકાનમાં 2 લાખથી વધુનો સમાન પડ્યો છે પણ વેચાતો નથી. એવામાં દુકાન, ઘરનું ભાડું, ઘર ખર્ચ, બાળકોના ખર્ચાઓ પોષાતા નથી. લોકો પણ કોરોનાને કારણે ખરીદી કરવા આવતા નથી.

ABOUT THE AUTHOR

...view details