અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) નજીક આવી ત્યારે પોસ્ટર પ્રચાર વધારે ( Poster war of BJP Congress AAP Intensifies ) જોવા મળી રહ્યું છે. એક મોકો કેજરીવાલ થકી આમ આદમી પાર્ટી ગેરંટી આપી રહી છે. ત્યારે સત્તાથી છેલ્લા 27 વર્ષથી દૂર રહેલી કૉંગ્રેસ પણ હવે સત્તા આવવા માટે ખેડૂતોના દેવા માફ કરવાની સાથે કૉંગ્રેસે કરેલા વિકાસની વાતના પોસ્ટર લાગવામાં આવી રહ્યા છે. જ્યારે ભાજપ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં એક તરફી શાસન ચલાવી રહી છે. તે પણ ડબલ એન્જીન સરકાર (BJP Double Engine Government ) દ્વારા પોસ્ટર કે બેનર લાગવાની મતદાતાને રીઝવવાના પ્રયાસો શરૂ કરવાના આ પોસ્ટર યુદ્ધથી જનતા પર શું અસર થઈ શકે છે આમ આદમી પાર્ટી કે કૉંગ્રેસ આપેલા વચનથી તે પાર્ટીને ફાયદો થશે કે નહીં તે મુદ્દે રાજકીય વિશ્લેષકો શું માની રહ્યાં છે તે જાણીએ.
પોસ્ટર યુદ્ધનો માહોલગુજરાત વિધાનસભાની ચૂંટણીના ( Gujarat Assembly Election 2022 )ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે વિવિધ રાજકીય પાર્ટી જનતાને પોતાની તરફ ખેંચવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જેમાં વિવિધ ચૂંટણીલક્ષી ગેરંટી આપી પોતાની તરફ આકર્ષવા પ્રયત્ન કરી રહી છે. ત્યારે હવે શહેરમાં રાજકીય પાર્ટી દ્વારા પોસ્ટર યુદ્ધ જેવો ( Poster war of BJP Congress AAP Intensifies ) માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપની ડબલ એન્જીન સરકાર, કૉંગ્રેસનું કામ બોલે છે ( Congress Kaam Bole Che ) જયારે આમ આદમી પાર્ટીના એક મોકો કેજરીવાલને ( EK Moko Kejriwal ne ) જેવા પોસ્ટર શહેરોના જાહેર માર્ગો પર જોવા મળી રહ્યાં છે.
આમ આદમી પાર્ટી ભાજપની નકલ કરી રહી છેરાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2014 અને 2017માં પોતાની ડિપોઝિટ પણ ગુમાવી પડી હતી. ત્યારે આ વર્ષે પણ આમ આદમી પાર્ટી પણ વિવિધ ચૂંટણીલક્ષી ગેરંટી આપી રહી છે. પરંતુ આમ આદમી પાર્ટીની અંદર ભાજપની નકલ કરવામાં આવતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અરવિંદ કેજરીવાલના ભાષણ અને મુદ્દામાં પણ નરેન્દ્ર મોદીની નકલ જોવા મળે છે.જ્યારે ભાજપ સત્તાથી દૂર હતું ત્યારે કોંગ્રેસ પાસે છેલ્લા 70 વર્ષમાં કાંઈ કર્યું નથી. તે રીતે પ્રચાર કરવામાં આવતો હતો. તે જ પ્રમાણે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા 27 વર્ષમાં કોઈપણ કામ કરવામાં આવ્યું નથી. તેવું બોલવામાં આવે છે. જે રીતે ભાજપના વિકાસમાં નરેન્દ્ર મોદીના નામનો ઉદ્દેશ થાય છે. તે જ પ્રમાણે તેજ આમ આદમી પાર્ટીમાં પણ દરેક કામમાં અરવિંદ કેજરીવાલના નામનો ઉલ્લેખ થાય છે. જે પ્રમાણે ભાજપ એ અચ્છે દિન આયેંગે સૂત્રનો ઉપયોગ કર્યો હતો તે જ રીતે આમ આદમી પાર્ટી દ્વારા પણ એક મુકો કેજરીવાલને સૂત્રનો ઉપયોગ કરી રહી છે.
કોંગ્રેસ નેગેટીવ પરથી પોઝિટિવ તરફ વળીગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર ભ્રષ્ટાચાર મોંઘવારી જેવા આરોપો મૂકવામાં આવતા હતા. પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસ પણ નેગેટિવ વિચાર પરથી પોઝિટિવ તરફ વળી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ તેમની સરકાર વખતે જે પણ કામ કરવામાં આવ્યા હતા. તે કામના પોસ્ટરો શહેરના વિવિધ માર્ગો ( Poster war of BJP Congress AAP Intensifies ) પર જોવા મળી રહ્યા છે. તેમાં પણ કોંગ્રેસનું કામ બોલે છે તેવા સૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે.