ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતકના વિદ્યાર્થીઓની કોરોનાકાળમાં પરીક્ષા યોજાઈ

શુક્રવારથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા શરૂ થઈ રહી છે. કોરોનાના કેસ વધતા 18 માર્ચથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા સરકારની ગાઇડલાઇનનું પાલન કરીને અનુસ્નાતકના વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા યોજવામાં આવી રહી છે.

ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતકના વિદ્યાર્થીઓની કોરોનાકાળમાં પરીક્ષા યોજાઈ
ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતકના વિદ્યાર્થીઓની કોરોનાકાળમાં પરીક્ષા યોજાઈ

By

Published : Mar 26, 2021, 7:26 PM IST

Updated : Mar 26, 2021, 7:40 PM IST

  • ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અનુસ્નાતકના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ
  • 20 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ
  • જે વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે તેમને બીજી તક આપવામાં આવશે

અમદાવાદઃ અમદાવાદ અને ગાંધીનગર શહેરના સૌથી વધુ કેન્દ્રો પર વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે ત્યારે કુલ 20 હજારથી વધુ વિદ્યાર્થીઓની શુક્રવારથી પરીક્ષા શરૂ થઈ છે. અનુસ્નાસ્તકની અલગ અલગ ક્ષેત્રની એટલે કે કુલ 11 વિદ્યાશાખાની પરીક્ષાઓ ચાલી રહી છે જે બે તબક્કામાં છે. એક તબક્કો સવારે 9થી 11 અને બીજો તબક્કો બપોરે 12થી 2 એમ કુલ બે તબક્કામાં પરીક્ષા યોજાઈ રહી છે. જે વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપી શકશે નહીં તે વિદ્યાર્થીઓને બીજી તક આપવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અનુસ્નાતકના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ

આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોના સંક્રણમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 1,961 કેસ નોંધાયા

AMTS અને BRTS બસ સેવા બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને થતી હાલાકી

હાલમાં તંત્ર દ્વારા કોરોના વાઈરસને અનુસંધાને અનેક પગલાં હાથ લેવામાં આવ્યાં છે ત્યારે અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવા બંધ રાખવામાં આવી છે, તેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. વાલીઓએ પોતાના ધંધા-રોજગાર છોડીને પુત્રને પરીક્ષા માટે મૂકવા આવવું પડે છે.

એક રૂમમાં 50 ટકાની ક્ષમતા સાથે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી

કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાને રાખી કોરોના ગાઇડલાઇનને અનુસરીને પરીક્ષા શરૂ થઈ છે. એક રૂમમાં 50 ટકાની ક્ષમતા સાથે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ક્લાસરૂમમાં જતાં પહેલાં વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે, વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવા અને હાથ સેનિટાઇઝ કરવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ VNSGU પોસ્ટ ગ્રેજ્યુએટની તમામ પ્રેક્ટિકલ પરીક્ષા 1 એપ્રિલથી લેવાય તેવી શક્યતા

Last Updated : Mar 26, 2021, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details