ગુજરાત

gujarat

ETV Bharat / city

પોસ્ટવિભાગે નિવૃત્તિ અધિકારીના પત્નીને મ્યુકરમાઇકોસિસ થતા ત્રણ કલાકમાં પીએફના પૈસા અપાવ્યા - રિટાયર્ડ ઑફિસર

અમદાવાદના કેન્દ્ર સરકારના એક નિવૃત્ત અધિકારીના પત્નીને મ્યુકરમાઇકોસિસ થઈ જતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ પૈસાની મોટી જરૂરિયાતને જોતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે સમસ્યાની આ કટોકટી વચ્ચે નવરંગપુરા પોસ્ટ વિભાગ પોતાના ક્રાઈસિસ મેનેજમેન્ટના કારણે તેમને મદદગાર સાબિત થયું હતું.

પોસ્ટ વિભાગનું ક્રાઈસિસ મેનેજમેન્ટ
પોસ્ટ વિભાગનું ક્રાઈસિસ મેનેજમેન્ટ

By

Published : May 21, 2021, 11:05 PM IST

  • પોસ્ટ વિભાગનું ક્રાઈસિસ મેનેજમેન્ટ
  • કર્મચારીના પત્નીને મ્યુકરમાઇકોસિસ થતા પીએફના પૈસા અપાવ્યા
  • પીએફની 17 લાખની રકમ 3 કલાકમાં હોસ્પિટલમાં જમા કરાવી

અમદાવાદ: શહેરના કેન્દ્ર સરકારના એક નિવૃત્ત અધિકારીના પત્નીને મ્યુકરમાઇકોસિસ થઈ જતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો સારવારમાં પૈસાની જરૂરિયાતના કારણે નિવૃત્ત અધિકારી અટવાયા હતાં.

પોસ્ટવિભાગે નિવૃત્તિ અધિકારીના પત્નીને મ્યુકરમાઇકોસિસ થતા ત્રણ કલાકમાં પીએફના પૈસા અપાવ્યા

તેમની આ સમસ્યા વચ્ચે નવરંગપુરા પોસ્ટ વિભાગ પોતાના ક્રાઈસિસ મેનેજમેન્ટના કારણે તેમને મદદગાર સાબિત થયું હતું. ઉલ્લેખનીય છે કે પોતાની સમસ્યા અંગે જ્યારે તેઓએ નવરંગપુરા પોસ્ટ માસ્ટર એ.આર.શાહનો સંપર્ક કર્યો. તેમણે ત્વરિત પગલાં લઇ નવરંગપુરા પોસ્ટઑફિસના ખાતાધારક પાસે પાવતી સાથે પહોંચી ગયા અને ખાતાધારકને તાત્કાલિક રૂપિયાની જરૂર હોવાનું પ્રમાણ પણ મેળવી આપ્યું. પરિણામે અરજી કર્યાના માત્ર 3 કલાકમાં જ ટપાલ વિભાગે નિવૃત્તકર્મીને તેમની પત્નીની સારવાર માટે રૂપિયા 17 લાખની બચત ખાતામાં જમા કરાવી આપ્યા.

વધુ વાંચો:ભારતમાં વધી રહ્યાં છે મ્યુકરમાઇકોસિસના કેસ

ABOUT THE AUTHOR

...view details