- અમદાવાદમાં પ્રદૂષણ જોખમી બન્યું
- અનલોકમાં વાહનોની અવરજવર વધી
- ઉદ્યોગોનો ધૂમાડો ઝેર ઓકી રહ્યો છે
અમદાવાદઃ લૉકડાઉન હતું ત્યારે અમદાવાદમાં પ્રદૂષણનું લેવલ ઝીરો બરાબર બની ગયું હતું, વાહનોની અવરજવર સાવ બંધ હતી. પ્રદૂષણ ન હોવાને કારણે અમદાવાદ શહેરમાં લીલી વનરાજી છવાઈ ગઈ હતી. રોડના ડિવાઈડર પર આવેલ ઝાડ, પાન અને છોડ લીલાછમ હતા, હવે જ્યારે અનલૉક- 6 જાહેર થયું છે, જેને કારણે વેપાર-ધંધા શરૂ થઈ ગયા હોવાથી જે પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર વધારો થયો છે.
અમદાવાદનો એર કવૉલિટી ઈન્ડેક્સ 239 પર પહોંચ્યો
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. આ સંજોગોમાં તહેવારોની ચારેકોર ઘરાકી નીકળી છે. રોડ રસ્તા પર ટ્રાફિકજામના દૃશ્યો છે અને ઉદ્યોગો ધમધોકાર શરૂ થઈ ગયા છે. આમ, અમદાવાદનો એર કવૉલિટી ઈન્ડેક્સ આજે એકાએક વધીને 239 નોંધાયો છે, જે ભયજનક કહી શકાય.