- કોંગ્રેસની ટ્રેક્ટર રેલી નિષ્ફળ બનાવાઈ
- પોલીસે ટ્રેક્ટરોના ટાયરમાંથી કાઢી નાંખી હવા
- આ લોકશાહી છે કે તાનાશાહી? કોંગ્રેસનો સવાલ
અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ખેડૂતો વિરોધી ત્રણ કાળા કાયદાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ટ્રેક્ટર અને ટ્રોલી પર ખેડૂત નહી તો અનાજ નહીં અને ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા માત્ર ઉદ્યોગપતિઓને ફાયદા જેવા સૂત્રો લખેલા હતાં. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પણ ટ્વીટ કરી લખ્યું હતું, “અન્યાય અને શોષણ વિરૂદ્ધ ગાંધીજીએ દાંડીયાત્રા કરી હતી. આજે ખેડૂતોના હકની લડાઇને બુલંદ કરવા માટે કાઢવામાં આવે છે.” ખેડૂત સત્યાગ્રહ-દાંડી યાત્રાને રોકવા માટે ભાજપ સરકારે પોલીસ દ્વારા ખેડૂતોના ટ્રેક્ટરમાં તોડફોડ કરી હવા કાઢી નાખી હતી. આ લોકશાહી છે કે તાનાશાહી?
રેલીમાં ભાગ લેનારા ટ્રેક્ટરોના ટાયરમાંથી પોલીસે હવા કાઢી નાંખી આ પણ વાંચોઃદાંડીકૂચમાં ભાગ લેનારા 81 દાંડી યાત્રિકો કોણ છે ? જાણો તેમના નામ
જાણો શું છે દાંડી યાત્રા
દાંડી યાત્રા ભારતના સ્વતંત્રતા સંગ્રામનો નિર્ણાયક પડાવ રહ્યો હતો. બ્રિટિશ સરકારે મીઠાના ઉત્પાદન પર કાયદાકીય રીતે બળજબરી ટેક્સ વસૂલીનો નિર્ણય કર્યો હતો. ગાંધીજીએ મીઠા કાયદા વિરૂદ્ધ 1930માં સાબરમતીથી દાંડી સુધીની પદ યાત્રા કરી હતી. ગાંધીજીના નેતૃત્વમાં 80 સત્યાગ્રહી દાંડી યાત્રા પર નીકળ્યા હતાં. 12 માર્ચ 1930એ શરુ થયેલી યાત્રા અનેક ગામમાં થઇને દાંડી પહોંચી ત્યાં સુધીમાં યાત્રામાં હજારો દેશભક્તોએ ભાગ લીધો હતો. 6 એપ્રિલ 1930ના રોજ નવસારી જિલ્લાના દાંડી પહોચી બાપુએ એક મુઠ્ઠી મીઠું ઉઠાવી સવિનય કાયદાનો ભંગ કર્યો હતો. 241 માઇલ એટલે આશરે 388 કિલોમીટર સુધી પસાર થયેલી આ યાત્રા 24 દિવસ સુધી ચાલી હતી. દાંડી માર્ચ 12 માર્ચથી 6 એપ્રિલ 1930 સુધી ચાલી હતી. દાંડી માર્ચે અંગ્રેજ શાસન વિરૂદ્ધ સંઘર્ષ માટે આખા ભારતને એકજૂટ કરી દીધું હતું. તેના 17 વર્ષ પછી 1947માં અંગ્રેજોએ ભારત છોડીને જવું પડ્યું હતું.
આ પણ વાંચો :અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલે ગાંધી આશ્રમને લઈને આપી પ્રતિક્રિયા