ગુજરાત

gujarat

ETV Bharat / city

ઈદના તહેવારને લઈ અમદાવાદ પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું - ahemdabad police

રાજ્યમાં કોરોના મહામારીમાં તહેવારો આવતા હોવાથી પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે હાલમાં કોરોના ગાઈડલાઈન પ્રમાણે લોકો પાલન કરે એ માટે વિનંતી પણ કરવામાં આવી હતી. ત્યારે લોકોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને જાગૃતતા આવે એ હેતુથી આ ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

ઈદના તહેવારને લઈ અમદાવાદ પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
ઈદના તહેવારને લઈ અમદાવાદ પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

By

Published : May 14, 2021, 6:43 AM IST

  • લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી
  • ઈદના તહેવારને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
  • ફુટ પેટ્રોલિંગ જમાલપુર દરવાજાથી લઇ ખમાસા સુધી યોજવામાં આવ્યું હતું

અમદાવાદઃ ઈદના તહેવારને લઈને મુસ્લિમ વિસ્તારમાં પોલીસ દ્વારા કોરોના ગાઈડલાઈનના પાલન માટે અનેક પ્રયત્નો કરવામાં આવતા હોય છે. ત્યારે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરીને લોકોને અપીલ કરવામાં આવી હતી.

ઈદના તહેવારને લઈ અમદાવાદ પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

આ પણ વાંચોઃવડોદરામાં ઇદ એ મિલાદ પર્વ નિમિતે મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક મળી

JCP, DCP સહિતના અધિકારીઓ જોડાયા હતા

આ ઉપરાંત લોકોમાં કોરોના અંગેની ગેરસમજણ દૂર થાય તેમજ કાયદો અને વ્યવસ્થા તહેવારમાં જળવાઈ રહે તે માટે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આમાં JCP, DCP સહિતના અધિકારીઓ જોડાયા હતા. ત્યારે આ ફુટ પેટ્રોલિંગ જમાલપુર દરવાજાથી લઇ ખમાસા સુધી યોજવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃભીડ એકઠી ન થાય તે માટે નમાઝના સમયમાં કરાયો ફેરફાર

કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા માટે સૂચન કરાયું હતું

ફુટ પેટ્રોલિંગમાં પોલીસ દ્વારા લોકોને કોરોના અંગે સમજણ આપવામાં આવી હતી. જ્યારે કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા માટે સૂચન પણ કરાયું હતું. જ્યારે ઈદના તહેવારને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ત્યારે તહેવારમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details