- મોડી રાત્રે તમામ આંદોલનકારીઓને હાંકી કાઢ્યા
- સત્યાગ્રહ છાવણી ખાતે બંધાયેલો મંડપ પણ પોલીસે છોડાવ્યો
- સત્યાગ્રહ છાવણી ખાતેનું આંદોલન સમેટાયું
ગાંધીનગર : સચિવાલય પોલીસ ગ્રેડ પે મામલે ચિન્ગારી ઉઠી હતી જેના પગલે અમદાવાદ મહેસાણા સહિતના વિવિધ શહેરોમાં પણ આ આંદોલનની ચિન્ગારી ભભૂકી ઉઠી હતી અને ગ્રેડ પે મામલે વિરોધનો ઉકરતો ચરું જોવા મળ્યો હતો. તેમાં પણ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે મંડપ બાંધી પોલીસ પરિવારજનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર મોડી રાત્રે પોલીસે આંદોલનકારીઓને સત્યાગ્રહ છાવણી (Gandhinagar Satyagraha camp) ખાતેથી હાંકી કાઢ્યા (Police chase away protesters late at night) છે.
ગાંધીનગર સત્યાગ્રહ છાવણીનું પોલીસ પરિવારજનોનું ગ્રેડ પે આંદોલન સમેટાયું પોલીસે મોડી રાત્રે મોબાઇલ લઈ બળપ્રયોગ કર્યો
સત્યાગ્રહ છાવણી ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ ગાંધીનગર જિલ્લાની વિવિધ તાલુકાની પોલીસનો કાફલો મોડી રાત્રે સત્યાગ્રહ છાવણી ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં આંદોલનકારીઓના સૌથી પહેલા મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આંદોલનકારીઓ અને પોલીસ સામસામે આવી ગયા હતા. જ્યાં પોલીસ પરિવારજનો પર બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે પોલીસ પરિવારજનોના કેટલાક સભ્યો પણ આંદોલનમાં જોડાવા આવવાન હતા પરંતુ મોડી રાત્રે આંદોલન સમેટાઈ ગયું છે.
સત્યાગ્રહ છાવણી ખાતે મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો ગ્રેડ પે મામલે આંતરિક ફાટફૂટ પાડવામાં આવી
ગ્રેડ પે મામલે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવા બેઠેલા આંદોલનકારીઓ વચ્ચે ફાટફૂટ પડાવવામાં આવી હતી. આંદોલનકારીઓમાં બે ભાગ પાડી આંદોલનને સમેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે દરેકને પોતાનો હક રજૂ કરવાનો અધિકાર છે. પરંતુ પોલીસ પરિવારજનોના સભ્યોને પોલીસ દ્વારા જ હાંકી કાઢવામાં આવ્યા હતા. આ પહેલા સોશિયલ મીડિયામાં એવો મેસેજ પણ ફરતો થયો હતો કે ગૃહ પ્રધાન સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનકારીઓને મળવા પહોંચશે પરંતુ આંદોલનમાં કંઈક અલગ જ ઘાટ જોવા મળ્યો હતો. મોડી રાતથી જ પોલીસની તમામ ગાડીઓ સાથેનો મોટો કાફલો ઉતરી પડ્યો હતો. ખુદ ગાંધીનગર એસપી મયુર ચાવડા આંદોલન સમેટવા પહોંચ્યા હતા.
સત્યાગ્રહ છાવણી ખાતે મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો આંદોલનકારીઓ સત્યાગ્રહ છાવણીમાં ફરી આવે નહીં તે માટે પોલીસ તૈનાત
સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ પરિવાર અન્ય સભ્યો ફરીથી ન આવે અને આંદોલન ફરીથી શરૂ ન થાય તે માટે ગાંધીનગર પોલીસ તૈનાત કરવામાં આવી છે. અમદાવાદ પોલીસની પણ આ માટે મદદ લેવાઇ છે. સત્યાગ્રહ છાવણી ખાતે મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ગાંધીનગર એસ.પી. સહિતના અધિકારીઓનો સ્ટાફ પણ અહીં બંદોબસ્ટમાં જોવા મળ્યો છે.