અમદાવાદશહેરની મધ્યમાં આવેલા શહેરકોટડા વિસ્તારમાં (Shehrkotda area of Ahmedabad) જુના ઝઘડાની અદાવતમાં એક યુવક પર ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ (Attempted murder by firing) કરવામાં આવતા શહેર પોલીસ દોડતી થઈ હતી. શહેર કોટડા પોલીસની (Shehrkotda Police of Ahmedabad) ગીરફતમાં દેખાતા આ યુવકનું નામ છે સહદેવસિંહ તોમર છે. તેને જૂના ઝઘડાની અદાવતમાં પોતાની પાસે રહેલા હથિયારથી ફાયરિંગ કરતાં તેની ધરપકડ કરાઈ છે.
શહેરની મધ્યમાં આવેલા શહેરકોટડા વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં એક યુવક પર ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કરવામાં આવતા શહેર પોલીસ દોડતી થઈ હતી શું છે ઘટના રવિવારે રાતના સમયે ફરિયાદી જયપ્રકાશ સેન પોતાના મિત્ર દિલીપસિંહ ચૌહાણના ઘરે જમવા ગયા હતા. સહદેવસિંહ તોમર અચાનક ઘરમાં આવી પહોંચ્યો હતો. અગાઉ દિલીપસિંહ ચૌહાણ સાથે થયેલા ઝઘડાની અદાવત રાખી પોતાની પાસે રહેલ બંદૂકથી ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દિલીપસિંહે પોતાની પાસે રહેલો કાચનો ગ્લાસ આરોપી તરફ ફેંકતા આરોપી સહદેવસિંહના ચશ્મા નીચે પડી જતા તે ત્યાંથી બહાર રોડ પર ભાગ્યો હતો. જે બાદ દિલીપસિંહ તથા સહદેવસિંહ બન્ને વચ્ચે ઝઘડો થતા સહદેવસિંહે પોતાની પાસે રહેલી બંદૂક કાઢી દિલીપસિંહને છાતીના ભાગે ગોળી મારી હતી.
આ પણ વાંચોસુર્યા મરાઠીની હત્યામાં સંડોવાયેલા શફી ઉપર ફાયરિંગ, ઘટના CCTVમાં રેકોર્ડ
CCTVમાં ઘટના કેદફાયરિંગની સમગ્ર ઘટના સરસપુર ધાબાવાળીની ચાલીના (Saraspur Dhabawalini Chali) નાકે બનતા ત્યાં લાગેલા CCTVમાં ઘટના કેદ થઈ હતી.ફાયરિંગનો અવાજ થતાં જ નજીકમાં રહેતા રણજીત કાબા નામનો યુવક ત્યાં આવી ગયો હતો અને તેણે સહદેવસિંહના હાથમાંથી બંદૂક છીનવી લીધી હતી.
કોટડા પોલીસ સ્ટેશનઆ દરમિયાન સહદેવસિંહે ત્યાંથી ભાગી જતા સમયે તેના ખિસ્સામાંથી તેનો ફોન પડી ગયો હતો. આ ઘટના બાદ દિલીપસિંહને છાતીના ભાગે ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદી જયપ્રકાશને ફોન કરી આરોપી સહદેવ સિંહે, આજે દિલીપસિંહને ગોળી મારી છે. હજી પવનસિંહ તોમર અને ભદ્રેશ પટેલને ગોળી મારવાની છે. તેવું કહીને ફોન કાપી નાખ્યો હતો. આ સમગ્ર મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાતા પોલીસે આરોપી સહદેવસિંહ તોમરને ગણતરીના કલાકોમાં ઝડપી પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચોપ્રેમ પ્રકરણમાં પિતાએ પુત્રી પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ
આરોપી અને ઈજાગ્રસ્ત એકબીજાના પરિચીત પોલીસની પ્રાથમિક તપાસના આધારે પકડાયેલા આરોપી સહદેવસિંહ તોમર સામે અગાઉ લૂંટ, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ (Arms Act and Prohibition Act) અનેક ગુનાઓ અલગ અલગ પોલીસ મથકે નોંધાયેલા હોવાનું ખુલતાં પોલીસે આરોપી પાસેના હથિયારો અંગે પૂછપરછ હાથ ધરી છે. આરોપી અને ઈજાગ્રસ્ત એકબીજાના પરિચિત હોવાથી આરોપીએ કરેલા હત્યાના પ્રયાસ પાછળના કારણો જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.