ગુજરાત

gujarat

ETV Bharat / city

Police Behavior Training : શહેર પોલીસનો હવે તમને થશે નવો અનુભવ, બીહેવિયરની ટ્રેનિંગ આપવામાં આવી - પોલીસ વર્તન તાલીમ

અમદાવાદ શહેર પોલીસે (Ahmedabad City Police) નાગરિકો સાથે, ફરિયાદી સાથે કેવું વર્તન કરવું જોઈ એ(How police should behave?) તેનો પાઠ ભણાવવામાં આવ્યો હતો. ફરિયાદી સાથે પોલીસના ખરાબ વર્તનને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.પોલીસ કર્મીઓને વાણી અને વર્તનની ટ્રેનિંગ (Police Behavior Training )આપવામાં આવી હતી.

Police Behavior Training: શહેર પોલીસે બદલ્યો પોતાનો અભિગમ, પોલીસ કર્મીઓને પોલીસ બીહીવેયરની ટ્રેનિંગ આપવામાં આવી
Police Behavior Training: શહેર પોલીસે બદલ્યો પોતાનો અભિગમ, પોલીસ કર્મીઓને પોલીસ બીહીવેયરની ટ્રેનિંગ આપવામાં આવી

By

Published : Mar 22, 2022, 6:53 PM IST

અમદાવાદ:શહેર પોલીસ દ્વારા પોલીસકર્મીઓના વર્તનમાં બદલાવ આવે તેના માટે થઈને શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગર પોલીસ સ્ટેશન દ્વારા એક ખાસ અભિગમ અપનાવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં આવનારા ફરિયાદી કે પછી અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ તેને લઈને રોલ કોલ યોજવામાં આવ્યો હતો. આ નવીનકરણ પાછળ તાજેતરમાં સેકટર-2ના એડિશનલ પોલીસ કમિશનર (Additional Commissioner of Police) દ્વારા કેટલાક પોલીસ સ્ટેશનનોની ડમી ફરિયાદી(Dummy complainers) સાથે મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ તરફથી જે ખરાબ વર્તન ફરિયાદી સાથે કરવામાં આવ્યું હતું. જેના પગલે આ નવીનીકરણ (Police Behavior Training ) કરવામા આવ્યું છે.

આ પણ વાંચો:પંજાબમાં એક લારીવાળાને લાત મારીને તેની શાકભાજી ફેંકનારો પોલીસ કર્મી સસ્પેન્ડ

બીહેવેયરની ટ્રેનિંગ બાબતે માર્ગદર્શન -તાજેતર માંજ સેકટર-2ના જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર દ્વારા શહેરના પૂર્વ વિસ્તારના કેટલાક પોલીસ સ્ટેશનમાં ડમી ફરિયાદી બનીને પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા હતાં. પરંતુ તે સમયે પોલીસ તરફથી ફરિયાદી જોડે એવું વર્તન કરવામાં આવે છે. તેના બિહામણા દ્રશ્ય સામે આવ્યા હતાં. ત્યારબાદ જે તે પોલીસ સ્ટેશન પોલીસ કોન્સ્ટેબલતાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બાદ શહેરના પૂર્વ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં રોલ કોલ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ સ્ટેશનમાં આવતા ફરિયાદી હોય કે અન્ય કોઈપણ વ્યક્તિ હોય તેમની સાથે એવા પ્રકારનું વર્તન કરવું તેનું માર્ગદર્શન (Police Behavior Training )અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:સુનિતા યાદવે સિનિયર પોલીસકર્મી અને મીડિયા સાથે કરી જીભાજોડી

કોઈપણ વ્યક્તિ સાથે માનવીય અભિગમ દાખવવો - શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગર પોલીસ સ્ટેશનમાં આજે પોલીસકર્મીઓને પોલીસ બીહેવેયરની ટ્રેનિંગ (Police Behavior Training )આપવામાં આવી હતી જેમાં ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં આવતા કોઈપણ વ્યક્તિ સાથે માનવીય અભિગમ દાખવવો ખૂબ જરૂરી બની રહેતો હોય છે. આ સાથે જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા એવુ સૂચન આપવામાં આવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં હમેશા સમસ્યાથી પીડાતો વ્યક્તિ જ આવતો હોય છે નહીં કે આનંદ હોય તેવા વ્યક્તિઓ કે પ્રજા આવતી હોય છે. જેથી કરીને આવનારા કોઈપણ વ્યક્તિ હોય એ પછી ફરિયાદી હોય કે પછી કોઈ કેસના સાક્ષી હોય તેમની સાથે વિનમ્રતાથી વર્તન દાખવવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details