ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં  પોલીસે નકલી પોલીસ બનનાર ઈસમની કરી ધરપકડ - Fake police

નકલી પોલીસ બની લોકોને છેતરતા હોય તેવા અનેલ લોકોને પોલીસ ઝડપી પાડતા હોય છે. ત્યારે વસ્ત્રાપુર પોલીસ વધુ એક એક એવા ઈસમની ધરપકડ કરી છે. ઈસમે માસ્ક ન પહેરતા પોલીસે તેને પકડ્યો હતો ત્યારે યુવકના કમર પર રિવોલ્વર લગાવી હતી અને તેને પોતાની ઓળખ પોલીસ તરીકે બતાવી હતી. જોકે બાદમાં યુવક પોલીસમાં ન હોવાનું સામે આવતા તેની વિરુદ્ધમાં ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે.

fsd
fds

By

Published : Dec 9, 2020, 12:21 PM IST

નકલી પોલીસ બનવું પડ્યું યુવકને ભારે

કમરે રિવોલ્વર બતાવી રોપ જમાવતો

વસ્ત્રાપુર પોલીસે કરી ધરપકડ

અમદાવાદ: નકલી પોલીસ બની લોકોને છેતરતા હોય તેવા અનેલ લોકોને પોલીસ ઝડપી પાડતા હોય છે. ત્યારે વસ્ત્રાપુર પોલીસ વધુ એક એક એવા ઈસમની ધરપકડ કરી છે. ઈસમે માસ્ક ન પહેરતા પોલીસે તેને પકડ્યો હતો ત્યારે યુવકના કમર પર રિવોલ્વર લગાવી હતી અને તેને પોતાની ઓળખ પોલીસ તરીકે બતાવી હતી. જોકે બાદમાં યુવક પોલીસમાં ન હોવાનું સામે આવતા તેની વિરુદ્ધમાં ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે.


માસ્કનો મેમો આપવા જતા પોલીસે યુવક પાસે રિવોલ્વર જોઈ

વસ્ત્રાપુર પોલીસ જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન સિંધુભવન રોડ પર એક કારમાં મહિલા અને પુરુષ બેઠા હતા. ડ્રાઈવર સીટ પર બેઠેલા વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે તેને બોલાવીને તેની પાસેથી માસ્ક ન પહેરવા બદલ રૂપિયા 1,000નો દંડ માંગ્યો હતો. જ્યારે આ વ્યક્તિ પોલીસ સાથે વાત કરવા આવ્યો ત્યારે પોલીસ જોયું તો તેના કમરે રિવોલ્વર લગાવેલી હતી.



યુવકે ફોનમાં રિવોલ્વરનું લાયસન્સ પણ બતાવ્યું

પોલીસે યુવક પાસે જ્યારે રિવોલ્વરનું લાયસન્સ માંગ્યું ત્યારે તેને ફોનમાં લાયસન્સ બતાવ્યું હતું. પરંતુ તેની પાસે રૂબરૂમાં લાયસન્સ હતું નહી. ઉપરાંત માસ્કનો દંડ ભરવાનું કહેતા યુવકે પોલીસે પોતે ગાંધીનગર પોલીસ ભવનમાં PSI તરીકેની ઓળખ આપી હતી. જેથી પોલીસે તેને આઇ કાર્ડ બતાવવા કહ્યું હતું, જેથી યુવકે વળતો જવાબ આપ્યો કે તે આઈકાર્ડ ઘરે ભૂલી ગયો છે.

પોલીસની ઉલટ તપાસમાં નકલી પોલીસ અંગે હકીકત સામે આવી

વસ્ત્રાપુર પોલીસે જ્યારે આ મામલે ઉલટ તપાસ શરૂ કરી ત્યારે પોલીસને હકીકત જાણવા મળી કે આ અસલી પોલીસ નહી પરંતુ નકલી પોલીસ છે. જેનું સાચું નામ શૈલેષ મહેશ્વરી છે અને તે બોડકદેવ વિસ્તારનો રહેવાસી છે. પોલીસે નકલી પોલીસ બનીને રોડ જમાવતા શૈલેષને ધરપકડ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details