અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit) પહોંચ્યા છે. વડાપ્રધાને નવસારીમાં 3,000 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. અહીં વડાપ્રધાન નવસારી પહોંચી ખૂડવેલના આદિવાસી વિસ્તારોને પાણી પહોંચાડવાના એસ્ટોલ પ્રોજક્ટ, 13 પાણી પૂરવઠા યોજના, વીજ સબસ્ટેશન, સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, નવી મેડિકલ કૉલેજ સહિત 3,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિકાસકાર્યોનું લોકાર્પણ (PM Modi inaugurated the development work in Navsari) કર્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ગૌરવ સંમેલનમાં (Gujarat Gaurav Abhiyan at Navsari) પણ વિશાળ જનમેદનીને સંબોધી હતી. નવસારીમાં પરંપરાગત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિજ્ઞાનની શાળા નહતી ત્યાં હવે યુનિવર્સિટી બની રહી છેઃ PM - વડાપ્રધાને (PM Modi inaugurated the development work in Navsari) જણાવ્યું હતું કે, આપણા બાપ-દાદાઓએ જે મુશ્કેલી વેઠી હતી. તે મુશ્કેલીઓ મારે યુવાનોને નથી થવા દેવી. પહેલા આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાનની શાળા નહતી. મેં કહ્યું હતું કે, વિજ્ઞાનની શાળાઓ બનાવો ને આજે આદિવાસી વિસ્તારોમાં યુનિવર્સિટી બની રહી છે. ગોવિંદ ગુરુના નામે યુનિવર્સિટી, બિરસા મુંડાના નામે યુનિવર્સિટી, આદિવાસી પટ્ટામાં યુનિવર્સિટી. પ્રગતિ અને વિકાસ કરવો હોય તો દૂરથી દૂર જંગલમાં જવું પડતું હોય છે. અને તે કામ અમે કર્યું છે. સાથે જ ડાંગ જિલ્લાએ પ્રાકૃતિક ખેતી પર જે કામ કર્યું તે અંગે વડાપ્રધાને અભિનંદન પાઠવ્યા હતા. આદિવાસી, OBC, હળપતિ સમાજના યુવાનોને જો ડોક્ટર બનવું હોય તો અંગ્રેજીની જરૂરિયાત નથી માતૃભાષામાં ભણી તેઓ ડોક્ટર બની શકે છે.
પ્રજા માટે અમારું કમિટમેન્ટ છેઃ PM - વડાપ્રધાને જનસભાને સંબોધતા (PM Modi inaugurated the development work in Navsari) જણાવ્યું હતું કે, કેટલાક લોકો કહે છે કે, ચૂંટણી આવે છે એટલે આ બધા વિકાસકાર્યોનું લોકાર્પણ થઈ રહ્યું છે, પરંતુ અમે લોકોના વિકાસ માટે આ કામ કરી રહ્યા છે, વોટ માટે નહીં. ચૂંટણી તો અમને જનતા જીતાડે છે. સાથે જ વડાપ્રધાને ઉંમેર્યું હતું કે, અમે જે રીતે નર્મદા કેનેલ માટે કાર્ય કર્યું અને એન્જિનિયરિંગ કાર્ય માટે અભ્યાસ કરવો જોઈએ. પ્રજા માટે અમારું કમિટમેન્ટ છે. લોકોને પીવાનું પાણી મળે તે માટેનું આ અભિયાન છે. જેનું શિલાન્યાસ અમે કરીએ છીએ તેનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, મને સરકારમાં આવ્યાને 22થી વધુ વર્ષ થયા, પણ એક અઠવાડિયું બતાવો કે, મેં વિકાસનુ કોઈ કામ ન કર્યું હોય. અમે ચૂંટણી માટે નહીં પણ જનતાનું ભલું કરવા નીકળ્યા છીએ. ચૂંટણી તો અમને લોકો જીતાડતા હોય છે.
લાંબા સમય પછી ચીખલી આવ્યોઃ PM- વડાપ્રધાને સંબોધનમાં ઉમેર્યું હતું (PM Modi inaugurated the development work in Navsari) કે, હું લાંબા સમય પછી ચીખલી આવ્યો છું એટલે જૂની યાદો તાજી થઈ ગઈ છે. અહીંના લોકો સાથે મારો વર્ષો જૂનો સંબંધ છે. હું અહીં ઘણા વર્ષો સુધી રહ્યો. આટલા વર્ષોમાં ક્યારેય મારે ભૂખ્યા રહેવાનો વારો નહતો આવ્યો. આદિવાસીઓની વચ્ચે કામ કરવાની તક મળી. સાથે જ તેમની પાસેથી હું સ્વચ્છતા, શિસ્ત શિખ્યો હતો. આદિવાસી સમાજ પર્યાવરણ રક્ષણ કરે છે.
PM મોદીએ જૂના કિસ્સા યાદ કર્યા - ભૂતકાળમાં આદિવાસી વિસ્તારના મુખ્યપ્રધાન હતા. તેમના પોતાના ગામમાં પાણીની ટાંકી નહતી. હેન્ડપંપથી પાણી મેળવતા હતા. જ્યારે હું મુખ્યપ્રધાન બન્યો ત્યારે મેં તેમના ગામમાં પાણીની ટાંકી બનાવી હતી. અત્યારે ગુજરાતના વિકાસ માટે ગુજરાત સરકારની સમગ્ર ટીમને હું શુભેચ્છા આપું છું. એક જમાનામાં ગુજરાતના મુખ્યમંત્રીએ જામનગરમાં પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કર્યું હતું. ને ગુજરાતના છાપાઓમાં પહેલા પાના પર તેના મોટા ફોટો અને સમાચાર છપાયા હતા. ગુજરાતે એ દિવસો પણ જોયા છે. ત્યારે મને ગર્વ થાય છે કે, હું આદિવાસી વિસ્તારમાં 3,000 કરોડ રૂપિયાના કામોનું ઉદ્ઘાટન કરી રહ્યો છું.
અન્ય સરકારે ક્યારેય આદિવાસીઓ પર ધ્યાન ન આપ્યુંઃ PM - વડાપ્રધાને આડકતરી રીતે કૉંગ્રેસ પર આક્ષેપ (PM Modi attack on Congress) કરતા જણાવ્યું હતું કે, સૌથી વધુ જે પાર્ટીએ સરકાર ચલાવી તેમણે ક્યારેય આદિવાસી વિસ્તારમાં કામ કર્યું નહીં. આદિવાસીઓ, ગરીબ લોકો શુદ્ધ પીવાના પાણીથી વંચિત હતા. આદિવાસી વિસ્તારમાં મહેનત વધુ હોવાથી અગાઉની સરકારે તેની પર ધ્યાન જ ન આપ્યું.