અમદાવાદ પીએમ મોદી 11 ઓક્ટોબરની અમદાવાદ ખાતેની મુલાકાત ( PM Modi in Ahmedabad Civil Medi city on October 11 ) દરમિયાન વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણો અને ખાતમુહૂર્તની સાથે સાથે અમદાવાદની સિવિલ મેડિસિટીમાં નિર્માણ પામેલ દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું ( PM Modi will inaugurate largest kidney hospital ) લોકાર્પણ કરશે. આશરે 418 કરોડના ખર્ચે નિર્માણ પામેલી નવીન કિડની હોસ્પિટલ ( Ahmedabad Civil Medi city kidney hospital ) 850 બેડની ક્ષમતા સાથેની ભારતની સૌથી મોટી (pm Modi inaugurates largest hospital ) કિડની હોસ્પિટલ સાથે જ વિશ્વની ટોચની કિડની હોસ્પિટલમાંથી એક છે. તદ્ઉપરાંત કિડની હોસ્પિટલમાં દેશનું સૌથી મોટું મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર પણ કાર્યરત બનશે.
22 હાઈટેક ઓપરેશન થિયેટરનવીન કિડની હોસ્પિટલ ઓપરેશન માટેની તમામ સુવિધાઓથી સજ્જ 22 હાઈટેક ઓપરેશન થિયેટર છે. ૨૨ પૈકી ૧૦ મોડ્યુલર અને ૧૨ નોન મોડ્યુલર ઓપરેશન થિયેટર છે. જેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિત કિડનીને લગતા તમામ ઓપરેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટ, પિત્તાશય ટ્રાન્સપ્લાન્ટ અને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટેની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પહેલા અને ટ્રાન્સપ્લાન્ટ પછીની સારવારમાં દર્દીને કોઇ પણ પ્રકારનું ઇંફેક્શન ન લાગે તેની કાળજી માટેના ગુણવતાયુક્ત 12 આઇ.સી.યુ છે. ગુજરાતમાં એક માત્ર સરકારી સંસ્થા છે જ્યાં હાઇ રીસ્ક પ્રેગનેંસી, યુરો ગાઇનેકોલોજી એસ્થેટીક ગાઇનેકોલોજી માટેના અધ્યતન સાધનો અને આઇ.વી.એફ. માટેના હાઇ ટેક ઓપરેશન થીયેટર છે.
એકસાથે ૬૨ દર્દીઓનું ડાયાલિસિસ થઈ શકશે નવીન કિડની હોસ્પિટલમાં એકસાથે 62 દર્દીઓનું ડાયાલિસિસ થઈ શકે તેવી સુવિધા કાર્યરત કરવામાં આવી છે. આ તમામ ડાયાલિસીસ રૂમમાં બેડ પર ટેલીવિઝન અને બ્લ્યુટુથ હેડ ફોનની સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે જેના પરિણામે 3 થી 4 કલાક ચાલતા ડાયાલિસીસમાં દર્દીઓને કંટાળા અને પીડામાંથી મુક્તિ મળે.
અદ્યતન બ્લડ બેંક નવનિર્મિત કિડની હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તરીય અને તમામ ગુણવત્તાયુક્ત એક જ સમયે મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય તેવી અદ્યતન બ્લડ બેંક છે તેમજ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પહેલા કરવામાં આવતા ઇમ્યુનોલોજી,H.L.A.અને સ્ટેમ સેલની તપાસ માટેની અધ્યતન અને તમામ ગુણવત્તાસભર લેબોરેટરી પણ આ હોસ્પિટલમાં કાર્યરત છે.