અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના (PM Modi visits Gujarat) પ્રવાસે છે. થોડા સમય પહેલા દિલ્હીના શિક્ષણપ્રધાને ગુજરાતની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહી છે. પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ પહેલા દિલ્હીના શિક્ષણપ્રધાને મનીષ સિસોદિયાએ ભાજપ પર સીધો પ્રહાર કરતા ગુજરાતની સરકારી શાળાની દયનીય (Manish Sisodia tweet) સ્થિતિ લઈને ટ્વિટર પર કેટલીક તસ્વીરો શેર કરી છે.
PM Modi visits Gujarat: PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા મનીષ સિસોદિયાએ ભાજપને બતાવ્યો અરિસો - આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi visits Gujarat) આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જોકે, તે પહેલાં જ દિલ્હીના શિક્ષણ પ્રધાને ટ્વિટર પર પોતાના ભાવનગર પ્રવાસ દરમિયાન સ્કૂલોની લીધેલી મુલાકાતોના કેટલાક ફોટો શેર કર્યા છે. આ સાથે મનીષ સિસોદિયાએ (Manish Sisodia tweet) ભાજપને અરિસો બતાવવાનો પ્રયાસ કર્યો છે.
ભાજપ પર આડો પ્રહાર - દિલ્હીના શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયાએ (Delhi Education Minister Manish Sisodia) ટ્વિટર પર લખ્યું છે કે, વડાપ્રધાન ! વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોર્ડન સેન્ટરમાંથી આ શાળાઓનું ચિત્ર કદાચ તમને નહીં દેખાય. ત્યાં બેસવા માટે ડેસ્ક નથી, બંધ જંકયાર્ડમાં કરોળિયાના જાળા છે, શૌચાલય તૂટેલા છે… મેં પોતે શિક્ષણપ્રધાનના ક્ષેત્રમાં આવી શાળાઓ જોઈ છે. ગુજરાતની શાળા જોઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (Statement of Jitu Vaghani in Rajkot) નિવેદન આપ્યું હતું કે, "ગુજરાત જેને ગમતું ન હોય તે ગુજરાત છોડી શકે છે". જેને લઇને આમ આદમી પાર્ટીને પ્રચાર કરવાનો મોકળો માર્ગ મળી ગયો છે.
આ પણ વાંચો :વાઘાણીના ગઢમાં સિસોદિયાની રેડ, ભાવનગરની શાળાની સ્થિતિ જોઇને દિલ્હીના શિક્ષણ પ્રધાન થયા આશ્ચર્યચકિત
ચૂંટણી લઈને માત્ર શિક્ષણનો જ મુદ્દો-વડાપ્રધાન મોદીના આજથી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓ આજે સાંજે ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમની મુલાકાત લેશે. પરંતુ તેની પહેલા દિલ્હીના શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયાએ ટ્વિટર પર ગુજરાતના ભાવનગરમાં આવેલી શાળાના કેટલાક (Manish Sisodia shared photo) ફોટો શેર કર્યા છે. જેને લઈને રાજ્ય ચર્ચાનો જોર પકડયું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના નિવેદનને લઈને વાતોના વંટોળા ફરી રહ્યા છે. તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણી લઈ માત્ર શિક્ષણના જ મુદો હોય તેવી રીતે કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.