ગુજરાત

gujarat

ETV Bharat / city

PM Modi Gujarat Visit : ઇન સ્પેસ સેન્ટર શું છે તે જાણો, પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર -આઈએન-સ્પેસ...(Indian National Space Promotion and Authorization Center) આ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) દ્વારા લોકાર્પિત થનારા ઇન સ્પેસ સેન્ટરનું આખું નામ. આ શું છે અને કઇ રીતે કામ કરશે તે વિશે જાણો અમારા આ વિશેષ અહેવાલમાં.

PM Modi Gujarat Visit : પીએમ મોદી કરશે ઉદ્ઘાટન, ઇન સ્પેસ સેન્ટરની કામગીરી વિશે જાણો
PM Modi Gujarat Visit : પીએમ મોદી કરશે ઉદ્ઘાટન, ઇન સ્પેસ સેન્ટરની કામગીરી વિશે જાણો

By

Published : Jun 9, 2022, 9:51 PM IST

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી જૂને એક દિવસના (PM Modi Gujarat Visit)ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓ કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. અમદાવાદના બોપલ ખાતે ઇસરો (ISRO )અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (Department of Science) દ્વારા તૈયાર કરવામાં આવેલ in space સેન્ટર - ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (Indian National Space Promotion and Authorization Center) -આઈએન-સ્પેસનું ઉદઘાટન પણ બપોરે ચાર કલાકની આસપાસ કરવાના છે. ત્યારે આ in space સેન્ટર કઈ રીતે કામ કરશે તે માટે જુઓ etv ભારતનો વિશેષ અહેવાલ.

2020માં આ સમગ્ર પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો

નાસા જેવું જ સેન્ટર - અમદાવાદના બોપલ ખાતે નાસા જેવું આબેહૂબ ઇન સ્પેસ સેન્ટર (NASA like in space center) ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં નાસા સેન્ટર જેવી જ કામગીરી ગુજરાતના in સ્પેસ સેન્ટર ખાતે કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે અને ખાનગી કંપની વચ્ચે સેતુરૂપ in સ્પેસ સેન્ટર કામગીરી કરશે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020માં આ સમગ્ર પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃISRO Gaganyan Mission : ટૂંક સમયમાં લોન્ચ થશે ગગનયાન, ટેકનોલોજીથી લઈ મશીનરી અને રોકેટ બધું જ હશે સ્વદેશી

ઈસરો સાથે સંકળાયેલા અધિકારીને કામગીરી સોંપવામાં આવશે -મળતી માહિતી પ્રમાણે કરો જે પણ અધિકારીઓ સંકળાયેલા છે તે તમામ અધિકારીઓ અથવા તો અમુક જે ખાસ અને વિશેષ અધિકારીઓ હશે તેવા અધિકારીઓને જ આ સ્પેસ સેન્ટરની કામગીરી સોંપવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ઈસરો સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ અને વૈજ્ઞાનિકો દ્વારા આ સ્પેસ સેન્ટર કાર્યરત કરવામાં આવશે. પરંતુ ખાનગી કંપનીને આખો આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આખું એક અલગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જેમાં સ્પેસ પ્રમોશન અને ઓથોરાઇઝેશન માટે આ સેન્ટર બનાવ્યું છે. આ in space સેન્ટર એ ઇસરોની જ માલિકીનું રહેશે પરંતુ તેને મેનેજ એક ખાનગી કંપની કરે તેવી પણ શક્યતાઓ છે.

ઈસરોમાં કામ થઇ રહ્યું છે તેવું જ કામ આ સેન્ટર ખાતે પણ

આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit : આંદોલન પ્રભાવિત આદિવાસી વિસ્તારમાં પીએમ મોદીના ભવ્ય કાર્યક્રમો, ચર્ચા છે કે...

કેવી થશે કામગીરી - સ્પેસ સેન્ટરની કામગીરીની વાત કરવામાં આવે તો અવકાશ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ અને બિનસરકારી ખાનગી સંસ્થાઓ in spaceની સુવિધાનો ઉપયોગ કરશે જ્યારે ઈસરોએ તેના ટ્વિટર હેન્ડલ પર in space હેડકવાર્ટરના ઉદ્ઘાટનની જાહેરાત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે જે રીતે ઈસરોમાં કામ થઇ રહ્યું છે તેવું જ કામ આ સેન્ટર ખાતે પણ તૈયાર કરવામાં આવશે. સાથે જ ગુજરાત અને દેશના આવનારા ભવિષ્યને પણ તૈયાર કરવામાં આવશે. જેથી આવનારા દિવસોમાં વિજ્ઞાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અવકાશ ક્ષેત્રમાં કારકિર્દી (career in field of space) રચી શકે તે હેતુથી આ સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દસમી તારીખે બપોરે ચાર કલાકની આસપાસ ઉદ્ઘાટન કરશે.

ABOUT THE AUTHOR

...view details