- સીવીસી અને સીબીઆઈની પરિષદને વડાપ્રધાનનો સંદેશ
- ભ્રષ્ટાચાર વ્યવસ્થાનો ભાગ છે, તેને નૂતન ભારત નહીં સ્વીકારે
- દેશવાસીઓને છેતરનારાને સલામત સ્વર્ગ ન મળેઃ મોદી
અમદાવાદ/નર્મદા- વડાપ્રધાન મોદી (PM Modi) એ જણાવ્યું હતું કે સીવીસી (CVC) અને સીબીઆઈની (CBI) પરિષદની ચર્ચાવિચારણા કેવડિયામાં થઈ રહી છે. એક એવું સ્થળ જ્યાં સરદાર પટેલની હાજરી છે, જેમણે શાસન વ્યવસ્થાને ભારતની પ્રગતિ, લોકોની ચિંતાઓ અને લોક કલ્યાણનો આધાર બનાવવાને સર્વોચ્ચ અગ્રતા આપી હતી. “આજે, ભારત જ્યારે અમૃત કાળમાં, એનાં ભવ્ય લક્ષ્યો હાંસલ કરવા માટે આગળ વધી રહ્યું છે. આજે જ્યારે આપણે લોકો તરફી અને પ્રોએક્ટિવ શાસન વ્યવસ્થાને મજબૂત કરવા પ્રતિબદ્ધ છીએ, ત્યારે આપની કાર્યલક્ષી ઉદ્યમશીલતા સરદાર સાહેબના આદર્શોને મજબૂતી આપશે’ એમ વડાપ્રધાને પરિષદમાં કહ્યું હતું.
ભ્રષ્ટાચાર લોકોનો અધિકાર છીનવે છે
PM Modi એ સીબીઆઇ (CBI) અને સીવીસીના (CVC) અધિકારીઓને અનુરોધ કર્યો હતો કે રાષ્ટ્રીય જીવનના તમામ વર્ગોમાંથી ભ્રષ્ટાચારને (Corruption) નિર્મૂળ કરવા તેઓ પોતાને પુન:સમર્પિત કરે. તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર લોકોનો અધિકાર છીનવે છે અને તમામને ન્યાય માટે અવરોધરુપ બને છે, દેશની પ્રગતિમાં બાધારૂપ બને છે અને દેશની સામૂહિક શક્તિને અસર કરે છે.
સરકારે આત્મવિશ્વાસ કાયમ કર્યો છે
વડાપ્રધાન (PM Modi) એભાર મૂક્યો હતો કે છેલ્લાં 6-7 વર્ષોમાં, સરકાર એ આત્મવિશ્વાસ કાયમ કરવામાં સફળ રહી છે કે ભ્રષ્ટાચારને (Corruption) નાથવો શક્ય છે. તેમણે કહ્યું હતું કે એવો વિશ્વાસ છે કે લોકો સરકારની યોજનાઓનો લાભ વચેટિયાઓ અને લાંચ વિના લઈ શકે છે. હવે લોકો અનુભવે છે કે, ભ્રષ્ટ, ગમે એટલો તાકાતવર કેમ ન હોય, એ ગમે ત્યાં જાય, એને છોડાશે નહીં. અગાઉ, સરકાર અને વ્યવસ્થાઓ જે રીતે ચાલતી હતી, તેમાં રાજકીય ઇચ્છાશક્તિ અને વહીવટી ઇચ્છાશક્તિ બેઉનો અભાવ હતો. આજે, ભ્રષ્ટાચાર પર પ્રહાર કરવાની રાજકીય ઇચ્છાશક્તિ છે અને વહીવટી સ્તરે પણ સતત સુધારા થઈ રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
વ્યવસ્થા પારદર્શી, પ્રક્રિયા કાર્યદક્ષ અને શાસન સરળ
બદલાયેલા ભારતની વાતો કરતાં મોદીએ (PM Modi) ધ્યાન દોર્યું હતું કે આજે, 21મી સદીનું ભારત, આધુનિક વિચારધારાની સાથે માનવજાતના લાભ માટે ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકે છે. નૂતન ભારત નવીન ફેરફારો કરે છે, પહેલ કરે છે અને અમલી કરે છે. નવું ભારત એ સ્વીકારવા હવે તૈયાર નથી કે ભ્રષ્ટાચાર (Corruption) વ્યવસ્થાનો ભાગ છે. એ એની વ્યવસ્થા પારદર્શી, પ્રક્રિયા કાર્યદક્ષ અને શાસન સરળ ઇચ્છે છે.
ટેકનોલોજીના ઉપયોગ વધ્યો છે
મહત્તમ અંકુશ અને મહત્તમ નુક્સાનથી ઓછામાં ઓછી સરકાર અને મહત્તમ દોરવણી સુધીની સરકારની સફર વર્ણવતા વડાપ્રધાને (PM Modi) સમજાવ્યું કે સરકારે કેવી રીતે સરકારી પ્રક્રિયાઓ સરળ બનાવીને સામાન્ય લોકોનાં જીવનમાં સરકારી હસ્તક્ષેપને ઘટાડવાનું કાર્ય જીવનમંત્રના ધોરણે હાથ ધર્યું હતું. નાગરિકોને સશક્ત કરવા માટે સરકાર કેવી રીતે વિશ્વાસ અને ટેકનોલોજી પર ભાર મૂકે છે. તેમણે કહ્યું હતું કે આ સરકાર એના નાગરિકો પર અવિશ્વાસ મૂકતી નથી અને એટલે જ, દસ્તાવેજોની ચકાસણીના ઘણાં સ્તરો દૂર કરાયાં છે અને જન્મ પ્રમાણપત્ર, પેન્શન માટે જીવન પ્રમાણપત્ર જેવી ઘણી સુવિધાઓ વચેટિયાઓ વિના ટેકનોલોજી મારફત આપવામાં આવે છે. ગ્રૂપ સી અને ગ્રૂપ ડી ભરતીઓમાં ઇન્ટરવ્યૂ નાબૂદ કરવા જેવાં પગલાં, ગેસ સિલિન્ડર બુકિંગથી લઈને ટેક્સ ફાઇલિંગ સહિતની સેવાઓમાં ઓનલાઇન અને ફેસલેસ પ્રક્રિયાઓ ભ્રષ્ટાચાર (Corruption) માટેની તકને ઘટાડે છે.