ગુજરાત

gujarat

ETV Bharat / city

Ahmedabad Serial Blast Case : વડાપ્રધાન મોદી અંગે દોષિતે કર્યો મોટો ખુલાસો, કહ્યું- "આ ષડયંત્ર..." - Ahmedabad Blast Case Serial

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad Blast Case 2008) એક દોષિતે કોર્ટમાં આપેલા પોતાના નિવેદનમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જેમાં બોમ્બ બ્લાસ્ટ દરમિયાન તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM had hatched conspiracy to assassinate Modi) ટાર્ગેટ બનાવવાનું કાવતરું રચાયું હતુ.

Ahmedabad Serial Blast Case  : વડાપ્રધાન મોદી અંગે દોષિતે કર્યો મોટો ખુલાસો, કહ્યું- "આ ષડયંત્ર..."
Ahmedabad Serial Blast Case : વડાપ્રધાન મોદી અંગે દોષિતે કર્યો મોટો ખુલાસો, કહ્યું- "આ ષડયંત્ર..."

By

Published : Feb 19, 2022, 8:38 AM IST

અમદાવાદ:અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં (Ahmedabad Blast Case 2008) 56 મોત અને 240 ઘાયલ થયા હતા. તે સમય પોતાની સુરક્ષાની પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પોતાની ચિંતા કર્યા વગર ઘટનાસ્થળે ઘાયલોને સાંત્વના આપવા પહોંચી ગયા હતા. કેસના એક આરોપીએ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM had hatched conspiracy to assassinate Modi) હત્યાનું ષડયંત્ર કર્યું હોવાનો ખુલાસો કર્યો હતો.

Ahmedabad Serial Blast Case : વડાપ્રધાન મોદી અંગે દોષિતે કર્યો મોટો ખુલાસો, કહ્યું- "આ ષડયંત્ર..."

અમદાવાદમાં એક પછી એક થયા હતા બ્લાસ્ટ

અમદાવાદમાં એક પછી એક બ્લાસ્ટ (Ahmedabad Blast Case 2008) થયા હતા. તત્કાલિન મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કેસને ઉકેલવા માટે કેટલાક અધિકારીઓની ટીમનું ગઠન કરવા આદેશ આપ્યા હતા. આદેશ મળતાની સાથે જ ટીમ તૈયાર થઈ અને કેસની તપાસ શરૂ થઈ ગઈ હતી.

આ પણ વાંચો:Ahmedabad Blast Case Judgement: આ 38 આરોપીઓને થઈ ફાંસીની સજા, જુઓ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું રચ્યું હતું ષડયંત્ર

સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, 2010માં આરોપીઓ સામે કરવામાં આવેલા તહોમતનામામાં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM had hatched conspiracy to assassinate Modi) હત્યાનું પણ ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો ખુલાસો કર્યો હતો. આ બાબતોનો પુરાવો એક આરોપીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળના નિવેદનમાં આ હકીકત જણાવી હતી.

માત્ર 20 દિવસમાં 11 આરોપીઓની કરી હતી ધરપકડ

ગુજરાત પોલીસ માટે આ એક મોટો પડકાર હતો કેમ કે અમદાવાદ શહેરમાં થયેલ બોમ્બ બ્લાસ્ટ જેવા જ બોમ્બ બ્લાસ્ટ બેંગલૌર, મુંબઇ, જયપુર, વારાણસી ખાતે થયેલા.બ્લાસ્ટના બનાવો વણશોધાયેલ હતા, પરંતુ ગુજરાત પોલીસ દ્વારા ખાસ કરીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન જોઇન્ટ પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાના નેતૃત્વ નીચે DCP ક્રાઇમ અભય ચુડાસમા સહિત તપાસની 4 ટીમો બનાવી હતી. હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તારીખ 15મી ઓગસ્ટ સુધીમાં એટલે કે માત્ર 20 દિવસમાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય રાજ્યોની પોલીસ ન કરી શકે તે ગુજરાત પોલીસ કરી શકે : PM મોદી

નરેન્દ્ર મોદીએ આ કેસમાં આરોપીની ધરપકડ કરવા પોલીસને જે સરકાર તરફથી મદદ જોઈએ તે પુરી પાડી હતી. દેશના અન્ય રાજ્યમાં બોમ્બ બ્લાસ્ટ થયા બાદ પણ આરોપીઓને પોલીસ પકડી શકી ન હતી. જેથી નરેન્દ્ર મોદીએ પોલીસને સૂચના પણ આપી હતી કે આરોપીઓને ગમે ત્યાંથી શોધી જેલના સળિયા પાછળ ધકેલી જે કામ દેશના અન્ય રાજ્યોની પોલીસ ન કરી શકે તે ગુજરાત પોલીસ કરી શકે તેવું શ્રેય પ્રાપ્ત કરવા કહ્યું હતું.

આ પણ વાંચો:Ahmedabad Blast Case Judgment: આ 11 આરોપીઓને આજીવન કેદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ રાત-દિવસ સતત કરી હતી મહેનત

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની (Ahmedabad Crime Branch) ટીમોએ રાત-દિવસ સતત મહેનત કરી ગુનાના મૂળ સુધી પહોંચવા જહેમત ઉઠાવી હતી. સિરીયલ બ્લાસ્ટની પાછળ રહેલ ઇસ્લામિક સંગઠન સીમી અને ઇન્ડિયન મુઝાહીદનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. કુલ 78 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. નિર્દોષ લોકોના જીવ ગુમાવવા તરફ દોરી જતા અમદાવાદ સિરીયલ બ્લાસ્ટના બનાવો અને તેમાં પણ દેશ વિરોધી તત્વો આ આતંકવાદીઓ દ્વારા અત્યંત ધૃણાસ્પદ રીતે અમદાવાદ શહેરની સૌથી મોટી સિવીલ હોસ્પિટલ તથા એલ.જી. હોસ્પિટલમાં જ્યાં બોમ્બ બ્લાસ્ટમાં ઇજા પામેલ લોકોને રાખવામાં આવતાં હતાં ત્યા પણ બ્લાસ્ટ કરી પોતાની ક્રુર માનસિકતા બતાવી હતી.

નરેન્દ્ર મોદીને પતાવવા અનેક થયા હતા પ્રયાસો

વર્ષ 2012માં પણ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો હતો. મણિનગરના પોલીસ કોન્સ્ટેબલ વિનય યાદવના હત્યારા વિકારુદ્દીન અને અમઝદ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરાને અંજામ આપવા અમદાવાદ આવ્યા હોવાનો ઘટસ્ફોટ ગુજરાત પોલીસે કર્યો હતો. તો બીજી તરફ 25 સપ્ટેમ્બર 2009ના રોજ રામોલ પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટનના દિવસે જ મોદીની હત્યા કરવા બાઇક ઉપર હથિયારો સાથે નીકળ્યા હતા, પરંતુ મોદીની સિક્યોરિટી તેમજ પોલીસ બંદોબસ્ત જોઈને બંનેને કાવતરું પડતું મૂકવાની ફરજ પડી હતી.

ABOUT THE AUTHOR

...view details