અમદાવાદઃ કોરોનાની બીજી લહેર વખતે સુરત ભાજપ કાર્યાલયમાંથી રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણ (Surat BJP Remdesivir Injection Distribution) કરવામાં આવ્યું હતું. તો આ વિતરણ કામગીરી સામે કાર્યવાહી કરવાની માગ સાથે થયેલી જાહેર હિતની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં (PIL in Gujarat HC on Remdesivir Distribution) સુનાવણી થઈ હતી. આ અરજીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ અને ધારાસભ્ય હર્ષ સંઘવી સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.
સી. આર. પાટિલના વકીલની રજૂઆત - આ સુનાવણી દરમિયાન સી. આર. પાટિલના વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ જે અરજી કરવામાં (PIL in Gujarat HC on Remdesivir Distribution) આવી છે. તે રાજકીય અદાવતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કેસને લઇને રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ થશે. તેમજ આ કેસ કોર્ટમાં જાહેર હિતની અરજી તરીકે ટકવાપાત્ર જ (PIL in Gujarat HC on Remdesivir Distribution) નથી. તેમ છતાં પણ હજી આ કેસ પડતર છે. ત્યારે આવનારા દિવસોમાં આ પિટિશનની પેન્ડન્સીનો બ્યૂગલની જેમ ઉપયોગ કરવામાં આવશે.
ડોક્ટરની હાજરીમાં અપાયા હતા ઈન્જેક્શન -તો આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જે ઈન્જેક્શન્સ બજારમાં ઉપલબ્ધ હતા. તે ઇન્જેક્શનને દાતાઓએ ડિસ્ટ્રિબ્યૂટરને ચેકથી પેમેન્ટ કરીને લીધા હતા અને આ ઈન્જેક્શન ડૉક્ટરની હાજરીમાં પ્રિસ્ક્રિપ્શન પર (Surat BJP Remdesivir Injection Distribution) આપવામાં આવ્યા હતા. એડવોકેટ જનરલે વધુમાં ઉમેર્યું હતું કે, ધારાસભ્ય હર્ષ સંઘવી કે સી. આર. પાટિલે ઈન્જેક્શન ખરીદ્યા હોય કે, તેનું વિતરણ કર્યું હોય તેવો આ કેસની તપાસમાં ક્યાંય ફળિભૂત થતું નથી.